Mithali Raj Fifty: મિતાલી રાજે ફિફ્ટી ફટકારીને વર્લ્ડકપમાં તોડ્યો રેકોર્ડ, મહિલા ક્રિકેટમાં પોતાના દરજ્જાને વધુ ઉંચો કર્યો

મિતાલી રાજે (Mithali Raj) ક્રાઈસ્ટચર્ચ મેદાનમાં 22 વર્ષ પહેલા મહિલા વર્લ્ડ કપમાં તેની પ્રથમ અડધી સદી પણ દક્ષિણ આફ્રિકાની ટીમ સામે નોંધાઇ હતી, હવે ફરી વાર પણ વિશ્વકપમાં તે જ ટીમ સામે અડધી સદી ફટકારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 11:23 AM
ICC મહિલા વર્લ્ડ કપ 2022માં ભારતની અંતિમ લીગ મેચમાં મિતાલી રાજનું બેટ સંભળાયું હતું. તેણે સાઉથ આફ્રિકા સામે કેપ્ટનશીપની ઇનિંગ રમતા 68 રન બનાવ્યા હતા. મિતાલી રાજે આ અડધી સદીની ઇનિંગના આધારે ટીમ ઈન્ડિયાને 274 રન સુધી પહોંચાડવામાં મદદ કરી. તેણે પોતાની ઇનિંગમાં 84 બોલનો સામનો કર્યો અને આઠ ચોગ્ગા ફટકાર્યા. મિતાલી રાજે પણ ફિફ્ટીની મદદથી કેટલાક શાનદાર રેકોર્ડ બનાવ્યા. મહિલા ક્રિકેટમાં તેના દરજ્જાને પણ વધુ ઉંચાઈ આપી.

1 / 5
મિતાલી રાજે વર્લ્ડ કપમાં એક રસપ્રદ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ક્રાઈસ્ટચર્ચ મેદાનમાં દક્ષિણ આફ્રિકા સામે અડધી સદી ફટકારી હતી. 22 વર્ષ પહેલા મહિલા વર્લ્ડ કપમાં તેની પ્રથમ અડધી સદી પણ આ ટીમ સામે આવી હતી. મજાની વાત એ છે કે તે ફિફ્ટી પણ ક્રાઈસ્ટચર્ચમાં જ બની હતી. એટલે કે એ જ મેદાન અને એ જ વિરોધી ટીમ સામે તેણે 22 વર્ષના ગાળામાં બે વાર વર્લ્ડ કપ ફિફ્ટી બનાવી. 22 વર્ષ પહેલા જ્યારે મિતાલીએ સાઉથ આફ્રિકા સામે અડધી સદી ફટકારી હતી ત્યારે ટીમ ઈન્ડિયાને જીત મળી હતી.

2 / 5
મિતાલી રાજે 68 રનની ઇનિંગની મદદથી મહિલા વર્લ્ડ કપમાં બીજું સ્થાન મેળવ્યું હતું. તેણે ઈંગ્લેન્ડના જે બ્રિટીન (1299) ને હરાવીને આ સ્થાન હાંસલ કર્યું હતું. મિતાલી રાજના હવે મહિલા વર્લ્ડ કપમાં 1321 રન છે. માત્ર ન્યુઝીલેન્ડની ડેબી હોકલી તેના કરતા આગળ છે. તેણે 1501 રન બનાવ્યા હતા.

3 / 5
મિતાલી રાજના નામે મહિલા વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી નાની વયની અડધી સદીનો રેકોર્ડ છે. તેણે 17 વર્ષની ઉંમરે આ કમાલ કરી બતાવ્યો હતો. મહિલા વર્લ્ડ કપ 2022માં તેણે ન્યૂઝીલેન્ડ સામે ફિફ્ટી લગાવીને મોટી સિદ્ધિ મેળવી હતી. તે મહિલા વિશ્વ કપમાં અર્ધશતક ફટકારનારી ભારતની સૌથી મોટી ઉંમરની બેટ્સમેન બની હતી. તેણે 39 વર્ષની ઉંમરમાં આ કારનામું કર્યું હતું.

4 / 5
મિતાલી રાજ મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ અર્ધસદી ફટકારવાના મામલે પણ આગળ નીકળી ગઈ છે. તેના નામે 13 ફિફ્ટી છે. મિતાલીએ ન્યૂઝીલેન્ડની ડેબી હોકલીને પાછળ છોડી દીધી, જેણે 12 ફિફ્ટી ફટકારી હતી. તે જ સમયે, મિતાલી રાજે ICC વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોરના મામલામાં રિકી પોન્ટિંગની બરાબરી કરી હતી. બંનેના વર્લ્ડ કપમાં નવ ફિફ્ટી પ્લસ સ્કોર છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">