BCCI આવતા 5 વર્ષમાં કમાશે 8200 કરોડ રુપિયા ! જાણો કઈ રીતે
છેલ્લા પાંચ વર્ષના ચક્રમાં (2018 થી 2023), બીસીસીઆઈને સ્ટાર ઈન્ડિયા પાસેથી $944 મિલિયન (આશરે રૂ. 6138 કરોડ) મળ્યા છે, જેમાં મેચ દીઠ રૂ. 60 કરોડ (ડિજિટલ અને ટીવી)નો સમાવેશ થાય છે. આ વખતે BCCI ડિજિટલ અને ટીવી અધિકારો માટે અલગ-અલગ બિડ આમંત્રિત કરશે.

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) માર્ચ 2028 સુધીમાં પાંચ વર્ષના ચક્રમાં અલગથી ભારતની 88 સ્થાનિક મેચોના ટીવી અને ડિજિટલ રાઈટ્સ વેચીને એક અબજ ડોલર (આશરે રૂ. 8200 કરોડ)ને પાર કરી શકે છે.

નવા ચક્રમાં ઓસ્ટ્રેલિયા સામે 21 ઘરેલું મેચો (પાંચ ટેસ્ટ, છ ODI અને 10 T20I) અને ઈંગ્લેન્ડ સામે 18 મેચ (10 ટેસ્ટ, ત્રણ ODI અને પાંચ T20I) છે. ભારતે કુલ 25 ટેસ્ટ, 27 વનડે અને 36 ટી-20 રમવાની છે.

વર્ષ 2023 અને 2028 ની વચ્ચે, BCCI ઘરેલું મેચોના પ્રસારણ અધિકારો વેચીને કુલ 88 મેચોમાંથી 8200 કરોડ કમાઈ શકે છે. તેના પ્રસારણના અધિકારો ઈ હરાજી દ્વારા વેંચાઈ શકે છે.

છેલ્લા પાંચ વર્ષના ચક્રમાં (2018 થી 2023), બીસીસીઆઈને સ્ટાર ઈન્ડિયા પાસેથી $944 મિલિયન (આશરે રૂ. 6138 કરોડ) મળ્યા છે, જેમાં મેચ દીઠ રૂ. 60 કરોડ (ડિજિટલ અને ટીવી)નો સમાવેશ થાય છે. આ વખતે BCCI ડિજિટલ અને ટીવી અધિકારો માટે અલગ-અલગ બિડ આમંત્રિત કરશે.

IPL દરમિયાન, તેણે મીડિયા અધિકારોથી 48390 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જેમાં ડિજિટલ અધિકારો અને ટીવી અધિકારોનો સમાવેશ થાય છે.