Brahmanjali Mudra: બ્રહ્માંજલી મુદ્રાના છે ગજબ ફાયદા! બાળકો માટે છે બેસ્ટ, યાદશક્તિ અને એકાગ્રતામાં થાય છે વધારો
Brahmanjali Mudra Benefits: બ્રહ્માંજલી મુદ્રા જે બંને હાથથી કરવામાં આવે છે. તે યોગમાં એક મહત્વપૂર્ણ હસ્ત મુદ્રા છે જે આદર, શ્રદ્ધા અને પ્રાર્થના વ્યક્ત કરવા માટે હાથ જોડીને રચાય છે. આ મુદ્રાથી ચંચળ મન શાંત થાય છે.

આ આસનમાં આપણા હાથ શરીરના ચક્રોને સ્પર્શે છે. આનાથી આપણને ઉર્જા મળે છે અને તેની અસર આપણા મગજ પર દેખાય છે. આ આસન કરવું સરળ છે અને બાળકોના મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે. (All Photo Credit: Pexels) (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)

બ્રહ્માંજલી મુદ્રા સામાન્ય રીતે પદ્માસનમાં કરવામાં આવે છે. તેના માટે સૌ પ્રથમ પદ્માસનની સ્થિતિમાં બેસો. મનમાં ચાલી રહેલા વિચારોને શાંત કરો. શ્વાસોચ્છવાસની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરો. આમ કરવાથી મન શાંત થશે.

હવે તમારા હાથની જમણી હથેળીને તમારા ખોળામાં રાખો. તેની પર ડાબા હાથની હથેળીને રાખો. ફોટામાં દેખાય છે તે રીતની મુદ્રા બનાવો. બંને હાથના અંગૂઠા એકબીજાને સ્પર્શે તે રીતે રાખો. હવે તમારી આંખો બંધ કરીને કોઈ પણ મંત્રનો ઉચ્ચર કરી શકો છો. બની ગઈ તમારી બ્રહ્માંજલી મુદ્રા.

ફાયદા: બ્રહ્માંજલી મુદ્રા કરવાથી ઘણી ફાયદા થાય છે. આ મુદ્રા ધ્યાન અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. આ આસન આત્મ-નિયંત્રણ સુધારવામાં મદદ કરે છે. યાદશક્તિ અને એકાગ્રતા શક્તિ વધે છે.

આ આસન તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. આ આસન શરીર અને મનને શાંત કરવામાં મદદ કરે છે. નાના બાળકોને ચંચળ હોય તો તેને આ મુદ્રાનો અભ્યાસ કરવાથી ચંચળતામાં કંટ્રોલ કરી શકાય છે.
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

































































