વર્લ્ડ કપ 2023: પાયલોટની કોકપિટમાંથી વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો નજારો, જુઓ તસવીર
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ શરૂ થઈ જેની પહેલા ભારતીય વાયુસેનાએ ટોસ બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એરશો યોજ્યો હતો. આ એરશો 15 મિનિટ સુધી ચાલ્યો. દર્શકોએ આ એર શો સ્ટેડિયમ માંથીતો નિહાળ્યો પરંતુ શું તમે પાયલોટના કોકપિટ માંથી સ્ટેડિયમ કેવું દેખાય છે તે જોયું ? જુઓ તસવીરો...

ભારતીય ટીમનું મનોબળ વધારવા અને ફાઇનલ મેચનો આનંદ માણવા માટે સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો હાજર છે. આવી સ્થિતિમાં BCCI અને ભારતીય વાયુસેના પણ દર્શકોનું મનોરંજન કરવામાં પાછળ નથી. ભારતીય વાયુસેનાએ ટોસ બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એરશો કર્યો, આ એરશો 15 મિનિટ સુધી ચાલ્યો.

સૂર્ય કિરણ એરોબેટિક ટીમ એ એરફોર્સની ટીમ છે. જે આકાશમાં અદભૂત કર્તવ બતાવ્યા હતા. જ્યારે એરફોર્સે આકાશમાં કર્તવ કર્યા તો સ્ટેડિયમમાં બેઠેલા દરેકની આંખમાં આંસુ આવી ગયા. આ શોને જોઈને તમામ દર્શકો રોમાંચિત થઈ ગયા હતા.

મહત્વનુ છે કે આ એર શો તમામ સ્ટેડિયમમાં બેસેલા લોકોએ નીચે બેસીને નિહાળ્યો છે અને સમગ્ર ભારત દેશના લોકોએ સ્ટેડિયમ માંથી શેર થયેલી તસવીરો જોઈ. પરંતુ આકાશ માંથી કેટલીક તસવીરો સામે આવી છે.

આ શોમાં 9 વાયુ સેનાના જહાજો સામેલ હતા. ભારતીય વાયુસેનાએ કર્તવ દરમ્યાન મેદાન પર ત્રિરંગો ધ્વજ પણ બનાવ્યો હતો. આ એરફોર્સ શોનો અવાજ એટલો જોરદાર હતો કે મેદાન પર પોતાના કામમાં વ્યસ્ત ભારતીય ખેલાડીઓ પણ દંગ રહી ગયા અને તેમનું ધ્યાન આકાશ તરફ ગયું.

ભારતીય ટીમના ચાહકોને ક્રિકેટરો પર ઘણી આશાઓ છે. સમગ્ર દેશમાં ક્રિકેટનો ઉત્સાહ ચરમસીમા પર છે કારણ કે આજે ICC વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે છે. ભારતની જીત માટે સમગ્ર દેશની આશા ટીમ પર ટકેલી છે.
