બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદન માટે લખનઉ શહેર જ કેમ પસંદ કર્યું ? દેશના બીજા શહેરો કેમ નહીં
Why was Lucknow chosen for Brahmos: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દિલ્હીથી ડિજિટલી સમારોહમાં જોડાયા હતા. તેમણે CM યોગી આદિત્યનાથ સાથે મળીને આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પગલું સંરક્ષણ ક્ષેત્રમાં દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવવા અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વ્યૂહાત્મક શક્તિને નવી ધાર આપવા તરફ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

Why was Lucknow chosen for Brahmos: આપણે વાત કરીએ કે બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદન માટે ભારતના લખનઉ સીટીને જ કેમ પસંદ કર્યું છે. તેના પાછળ બહુ મોટી વાત છે. આપણે વાત કરીએ તો દૂનિયાની બે દેશ વચ્ચેની સૌથી મોટી બોર્ડર ભારત અને પાકિસ્તાનની છે.

Missile Production in Lucknow: ભારત અને પાકિસ્તાન બોર્ડર પર ભારતના 4 રાજ્યો આવેલા છે. જમ્મુ કશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત. જેમાં રાજ્યોની વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાન સાથે 1222 કિમી સુધી જોડાયેલા છે. પંજાબ 553 કિમી, રાજસ્થાન 1,037 કિમી તેમજ ગુજરાત 508 કિમી સુધી પાકિસ્તાનની બોર્ડર સુધી જોડાયેલું છે. લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ160 કિમી (Line of Control માંનો ભાગ) છે.

જ્યારે યુદ્ધ થાય છે ત્યારે દુશ્મન દેશ પહેલા એ જગ્યા પર અટેક કરશે જ્યાં ડિફેન્સના સાધનો રાખવામાં આવ્યા છે અથવા તો તેમનું ઉત્પાદન થાય છે. તેના પર દુશ્મન દેશની નજર વધારે હોય છે. જેથી વિરુધ દેશની તાકાત ઓછી થઈ જાય.

પાકિસ્તાનની મિસાઈલ રેન્જની વાત કરીએ તો Low Range ની મિસાઈલ-60KM (Nasr, Hatf-I), High Range (લાંબી રેન્જ): ~2,750 km (Shaheen-III) છે.

પાકિસ્તાનની મિસાઈલની રેન્જ જોતાં લાગે કે, લખનઉ તેનાથી હજારો મિટર દૂર થાય છે. પાકિસ્તાનની લાંબી રેન્જ ની મિસાઈલ 2750 છે. પાકિસ્તાનની લખનઉ બંને વચ્ચેનું અંતર લગભગ 1424 KM નું છે. તેથી પાકિસ્તાન ઈચ્છવા છતા પણ તેની મિસાઈલ ત્યા સુધી ફેંકી શકે નહી.

ગમે ત્યારે ભવિષ્યમાં તે હુમલો કરે તો પણ તે લખનઉ સુધી પહોંચી નહી શકે. તે રીતે તે ફેક્ટરી સલામત રહેશે. દેશમાં કોઈ એક જ જગ્યા પર ડિફેન્સ ઉત્પાદનની ફેક્ટરી નથી હોતી. કેમ કે યુદ્ધ દરમિયાન જ્યારે પણ કોઈ એક ફેક્ટરીને નુકસાન પહોંચશે ત્યારે બીજી બધી તો સલામત જ રહેશે. એટલા માટે લખનઉ શહેરને બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદન માટે પસંદગી કરેલી છે.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
