Gold Price Today: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે આજે કેટલો છે સોનાનો ભાવ? જાણો વધારો થયો કે ઘટાડો
ભારતે પાકિસ્તાન અને POK પર હુમલો કર્યો છે. ત્યારે આ હુમલાની ભારતમાં ગોલ્ડ અને સિલ્વર પર શું અસર પડી છે તેમજ આજે ભાવ ઘટી ગયો છે કે વધ્યો છે, ચાલો અહીં જાણીએ

સોનાના ભાવમાં ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે હવે આજે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા માટે ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાન અને POK પર હુમલો કર્યો છે. ત્યારે આ હુમલાની ભારતમાં ગોલ્ડ અને સિલ્વર પર શું અસર પડી છે તેમજ આજે ભાવ ઘટી ગયો છે કે વધ્યો છે, ચાલો અહીં જાણીએ

તમને જણાવી દઈએ કે આજે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 7 મે 2025ના રોજ સોનાનો 24 કેરેટનો ભાવ 98,470 રુપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,410ના ભાવે પહોચ્યોં છે.

આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,620 પર પહોચ્યોં છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,410ની આસપાસ જોવા મળી રહ્યો છે.

આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 90,310 રુપિયા છે જ્યારે 24 કેરેટ સોનું આજે 98,520 રુપિયે ટ્રેડ થઈ રહ્યું છે.

પણ આજે અન્ય કિમતી ધાતુ ચાંદીમાં આજે વધારો થયો છે આજે 1 કિલો ચાંદી 99,000ના આસપાસ ટ્રેડ થઈ રહી છે તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે ચાંદીની કિંમતમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો અને તે 1 લાખની પાર ભાવ પહોચી ગઈ હતી જે બાદ આજે ફરી વધારો જોવા મળી રહ્યો છે.

ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાનના 100 આંતકીયોને ઠાર કરી દીધા છે ત્યારે ભારત-પાકિસ્તાનના આ તણાવની સીધી અસર માર્કેટ પર પણ પડી રહી છે. જેના કારણે સોનાના ભાવમાં આજે વધારો નોંધાયો છે.

જોકે, સ્થાનિક બુલિયન માર્કેટમાં ભાવ સતત ઘટી રહ્યા છે. તેમજ આ તણાવ વચ્ચે mcx પર પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તેમજ આ ઘટાડો આજના દિવસે વધી શકેની શક્યતાઓ છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































