Milestone Color Meaning હાઇવે પર જોવા મળતા વિવિધ રંગોના માઇલસ્ટોનનો અર્થ શું છે ? જાણો
જ્યારે પણ તમે હાઇવે પર મુસાફરી કરો છો, ત્યારે તમે રસ્તાના કિનારે વિવિધ રંગોના પથ્થરો તો જોયા જ હશે. જો કે, મોટાભાગના લોકોને તે પથ્થર પરના રંગનો અર્થ ખબર નથી હોતી. તો ચાલો જાણીએ કે, એ પથ્થરના રંગોનો અર્થ શું છે.

જ્યારે પણ તમે હાઇવે પર મુસાફરી કરો છો, ત્યારે તમે રસ્તાના કિનારે વિવિધ રંગોના પથ્થરો તો જોયા જ હશે. આ પથ્થરો પર વિગતો પણ લખેલી હોય છે. આ પથ્થરને માઇલસ્ટોન કહેવામાં આવે છે, જે અલગ અલગ રંગોના હોય છે. જો કે, મોટાભાગના લોકોને તે પથ્થર પરના રંગનો અર્થ ખબર નથી હોતી. તો ચાલો જાણીએ કે, એ પથ્થરના રંગોનો અર્થ શું છે.

ઓરેન્જ માઇલસ્ટોન: ઓરેન્જ માઇલસ્ટોન ગામમાં જોવા મળે છે. જ્યારે પણ તમે કોઈ ગામમાં જશો તો ત્યાં આગળ તમને આ ઓરેન્જ માઇલસ્ટોન દેખાશે. આ રંગ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું પ્રતિનિધિત્વ કરે છે.

કાળો કે સફેદ માઇલસ્ટોન: જ્યારે તમે કોઈપણ મોટા શહેર કે જિલ્લામાં એન્ટ્રી કરો છો, ત્યારે તમને ત્યાં એક કાળો અને સફેદ માઇલસ્ટોન દેખાય છે. આનો અર્થ એ છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન આ રસ્તાઓની જાળવણી કરી રહી છે.

પીળો માઇલસ્ટોન: મોટાભાગના રસ્તાઓ પર મુસાફરી કરતી વખતે તમે પીળા રંગના માઇલસ્ટોન જોયા હશે અને આ પીળા રંગના માઇલસ્ટોન તમને ફક્ત નેશનલ હાઇવે પર જ જોવા મળે છે. આનો સરળ અર્થ એ છે કે, તમે નેશનલ હાઇવે પર જઈ રહ્યા છો. આના બાંધકામ અને નિર્માણની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની હોય છે.

લીલો માઇલસ્ટોન: લીલો માઇલસ્ટોન મોટે ભાગે રાજ્ય સરકાર દ્વારા જાળવવામાં આવે છે. આ પ્રકારના હાઇવેનો ઉપયોગ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે થાય છે. જો આ હાઇવેમાં કોઈ સમસ્યા હોય તો તેને દૂર કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
કામની વાત ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. તેમજ સાથે સાથે તમને અવનવું જાણવાનું પણ મળશે.
