AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુદ્ધના નામે ખેલાતી અબજો ડોલરની રમત ! તેલનો ભાવ વધે છે, ત્યારે કોણ પોતાની તિજોરી ભરે છે?

ધ્યાન દોરવા જેવું છે કે, જ્યારે પણ દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ છેડાય છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાંથી તેલનો પુરવઠો (સપ્લાય) આવે છે, ત્યારે સૌથી પહેલા કાચા તેલ (Crude Oil) ના ભાવ આસમાને પહોંચવા લાગે છે. આવી સ્થિતિમાં, દુનિયામાં જ્યારે પણ યુદ્ધ થાય છે અને તેલના ભાવ વધે છે, ત્યારે પૈસા કોની પાસે જાય છે?

| Updated on: Apr 21, 2026 | 7:03 PM
Share
ઈરાન-અમેરિકા વચ્ચે વધતો તણાવ હોય કે રશિયા-યુક્રેનનું લાંબુ ચાલતું યુદ્ધ, આ બધાની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જ્યારે તમે પેટ્રોલ પંપ પર પ્રતિ લિટર વધારાના પૈસા ચૂકવો છો, ત્યારે તે વધારાનો નફો આખરે કોની તિજોરીમાં જાય છે? આ માત્ર મોંઘવારીની વાત નથી પરંતુ અબજો ડોલરના નફાની એક જટિલ રમત છે. આવી સ્થિતિમાં, દુનિયામાં જ્યારે પણ યુદ્ધ થાય છે અને તેલના ભાવ વધે છે, ત્યારે પૈસા કોની પાસે જાય છે?

1 / 6
તેલના ભાવ વધવાનો સૌથી મોટો અને સીધો ફાયદો તે દેશોને થાય છે, જે કાચા તેલની નિકાસ કરે છે, જેમને આપણે 'OPEC+' દેશો તરીકે ઓળખીએ છીએ. સાઉદી અરેબિયા, રશિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે તેલ પર ટકેલી છે. એવામાં જ્યારે યુદ્ધ કે તણાવને કારણે સપ્લાય ઘટવાનો ડર ઊભો થાય છે, ત્યારે તેલની માંગ વધી જાય છે. આવા સમયે આ દેશો તેટલા જ જથ્થામાં તેલ વેચીને પહેલા કરતા ક્યાંય વધુ આવક મેળવે છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં વધેલા ભાવોએ રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ટેકો આપ્યો હતો.

2 / 6
સરકાર પછી બીજો મોટો હિસ્સો 'બિગ ઓઈલ' (Big Oil) કંપનીઓ પાસે જાય છે. આમાં એક્સનમોબિલ, શેવરોન, શેલ અને બીપી જેવી દિગ્ગજ બહુરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓ પાસે પોતાના કૂવા અને રિફાઇનરીઓ હોય છે. તેલના ભાવ વધતાની સાથે જ તેમનો નફો રેકોર્ડ સ્તરે પહોંચી જાય છે, જેને 'વિન્ડફોલ પ્રોફિટ' (Windfall Profit) કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તાજેતરના જીઓ-પોલિટિકલ સંકટ દરમિયાન આ કંપનીઓએ ઐતિહાસિક નફો નોંધાવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ઉત્પાદન ખર્ચ સમાન રહેવા છતાં આંતરરાષ્ટ્રીય બજારના ભાવના આધારે આ કંપનીઓ તમારી પાસેથી વધુ વસૂલાત કરે છે.

3 / 6
માત્ર વિદેશી કંપનીઓ જ નહીં પરંતુ સરકાર પણ આ રમતનો એક ભાગ હોય છે. ભારત જેવા દેશોમાં તેલ પર મોટા પ્રમાણમાં એક્સાઈઝ ડ્યુટી અને વેટ (VAT) લાદવામાં આવે છે. ખાસ વાત એ છે કે, જ્યારે બેઝ પ્રાઇસ વધે છે, ત્યારે ઘણીવાર ટેક્સનું કુલ કલેક્શન પણ વધી જાય છે. જો કે, સરકાર અવારનવાર કહેતી હોય છે કે, તેઓ સબસિડીનો બોજ ઉઠાવી રહી છે પરંતુ હકીકત એ છે કે, તેલના ભાવમાં ઉછાળાથી સરકારી તિજોરીમાં આવતી આવક ઘણી વધી જાય છે. આ જ કારણ છે કે, ભાવ વધવા પર પેટ્રોલ-ડીઝલને જીએસટી (GST) ના દાયરામાં લાવવાની માંગ હંમેશા ઉઠતી હોય છે.

4 / 6
બીજો એક ગુપ્ત રસ્તો 'રિફાઇનિંગ માર્જિન' છે. કાચું તેલ ખરીદીને તેને પેટ્રોલ-ડીઝલમાં રૂપાંતરિત કરતી કંપનીઓ યુદ્ધના સમયે રિફાઇનિંગ ચાર્જ વધારી દે છે. આ ઉપરાંત, કોમોડિટી માર્કેટના સટ્ટાખોરો (Speculators) પણ આ રમતમાં મોટી ભૂમિકા ભજવે છે. જણાવી દઈએ કે, જેવી તેમને યુદ્ધ કે નાકાબંધીની ગંધ આવે છે, તેઓ 'ફ્યુચર ટ્રેડિંગ' દ્વારા ભાવોને વધુ ઉપર લઈ જાય છે. આનાથી તેલની વાસ્તવિક અછત સર્જાય તે પહેલા જ ભાવ વધી જાય છે.

5 / 6
ઈરાન-અમેરિકા કે રશિયા-યુક્રેન યુદ્ધના આ આખા ગણિતમાં અંતે હાર તો સામાન્ય માણસની જ થાય છે. આવું એટલા માટે કારણ કે, જ્યાં તેલ ઉત્પાદક દેશો, મોટી કંપનીઓ અને સટ્ટાખોરો પોતાની તિજોરીઓ ભરે છે, ત્યાં સામાન્ય નાગરિકને માત્ર મોંઘું બળતણ જ નથી ખરીદવું પડતું પરંતુ માલસામાનની હેરફેર મોંઘી થવાને કારણે ખાવા-પીવાની ચીજોની મોંઘવારી પણ સહન કરવી પડે છે. આ એક એવું ચક્ર છે કે, જ્યાં અશાંતિ અને યુદ્ધ કેટલીક પસંદગીની તાકાતો માટે 'વ્યાપારની તક' બની જાય છે.

6 / 6

કોના એક ઈશારે નક્કી થાય છે ક્રૂડ ઓઈલના ભાવ? જાણો તમારા ખિસ્સા પર પડતી સીધી અસર

Follow Us
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video

જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથતા ધારાસભ્ય મદદે

પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video

એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા

સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો

ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video

અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ

સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ

Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ

g clip-path="url(#clip0_868_265)">