AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botad Breaking News: અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ યાત્રિકો જોખમી મુસાફરી કરવા મજબુર- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2026 | 8:16 PM
Share

બોટાદથી બરવાળા થઈને અમદાવાદ જતો મુખ્ય હાઈવે અત્યંત બિસ્માર બન્યો છે. સાળંગપુર જતા હજારો શ્રદ્ધાળુઓ અને વાહનચાલકો મોટા ખાડાઓ અને ખરાબ રસ્તાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અકસ્માત અને વાહન બગડવાના બનાવો વધી રહ્યા છે. સ્થાનિક રજૂઆતો છતાં સમારકામ ન થતાં સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

બોટાદથી બરવાળા થઈને અમદાવાદ જતો મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ છેલ્લા લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ એ જ રસ્તો છે જ્યાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનું મંદિર આવેલું છે. દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે અહીંથી પસાર થાય છે, પરંતુ હાલ આ રસ્તો વાહનચાલકો અને યાત્રાળુઓ માટે ‘કષ્ટદાયક’ સાબિત થઈ રહ્યો છે.

​સાળંગપુર ધામમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશથી દરરોજ હજારો હરિભક્તો માથું ટેકવવા આવે છે. શનિવાર અને મંગળવારે તો અહીં ભક્તોનો ઘોડાપૂર ઉમટે છે. બોટાદથી બરવાળા સુધીનો આ માર્ગ બોટાદ જિલ્લાનો અમદાવાદ સાથે જોડતો પણ મુખ્ય રસ્તો છે. ​પરંતુ, તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે આ હાઈવે પર ઠેર-ઠેર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. રસ્તો છે કે ખાડાઓનું સામ્રાજ્ય, તે ઓળખવું મુશ્કેલ બની ગયું છે.”લાંબા સમયથી આ રસ્તાની હાલત ખરાબ છે. ખાડાઓને કારણે વાહનોમાં અવારનવાર મોટી નુકસાની થાય છે અને અકસ્માતનો ભય સતત રહે છે. લાંબો સમય ટ્રાફિક જામની સમસ્યા પણ વેઠવી પડે છે.”

​યાત્રાળુઓની હેરાનગતિ દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓને આ ખખડધજ રસ્તા પર ભારે કમરતોડ મુસાફરી કરવી પડે છે.રાત્રિના સમયે ખાડાઓ ન દેખાવાને કારણે બાઇક સવારો સ્લિપ થવાની અને મોટા વાહનો પલટી ખાવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે આ માર્ગ પરથી એમ્બ્યુલન્સ, એસ.ટી. બસો અને સેંકડો કોમર્શિયલ વાહનો પસાર થાય છે. વારંવાર વાહનો બગડી જવાથી લોકોના ખિસ્સા પર આર્થિક ભારણ વધી રહ્યું છે.

​​સ્થાનિક રજૂઆતો અને તંત્રને વારંવાર જગાડવાના પ્રયાસો છતાં હજુ સુધી આ રસ્તાનું નક્કર સમારકામ કરવામાં આવ્યું નથી. વાહનચાલકો, સ્થાનિક રહીશો અને સાળંગપુર આવતા યાત્રાળુઓ એક જ સૂર માં માંગ કરી રહ્યા છે કે, સરકાર અને માર્ગ-મકાન વિભાગ કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને આ રસ્તાનું વહેલી તકે મજબૂત રીસર્ફેસિંગ નવો રસ્તો કરવામાં આવે.

ન્યાય માગતા વિદ્યાર્થીઓને ‘એન્ટી નેશનલ’ ચીતરવાનું પાપ, 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ધાંધલી, CBSE અને સત્તાધિશોના ગાલ પર તમાચો- વાંચો

Published on: Jun 03, 2026 08:16 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">