03 June 2026

કાર અને બાઇકનું ટાયર ક્યારે બદલવું જોઈએ?

Photo Credit - Whisk

આજના સમયે મોટાભાગે લોકો બાઇકનો ઉપયોગ કરે છે.

દરેક ઘરમાં ઓછામાં ઓછી 1 કાર અને 2 બાઈક હોય છે.

સમય બચાવવા માટે લોકો કાર અને બાઇકનો વપરાશ કરે છે.

મોટાભાગે લોકો ઓફિસમાં કાર અને  બાઇકથી મુસાફરી કરે છે.

બાઇકનું ટાયર બાઇકની માઇલેજ, રાઇડિંગ પરફોર્મન્સ પર સીધી અસર કરે છે.

બાઇકના ટાયરની પણ એક નિશ્ચિત આયુષ્ય મર્યાદા હોય છે.

નિર્ધારિત કિલોમીટર ચાલ્યા પછી બાઇકના ટાયર ઘસાઈ જાય છે.

બાઇકનું ટાયર 30,000 કિલોમીટર સુધી સારી સ્થિતિમાં રહી શકે છે.

તે પછી સલામતીના કારણોસર ટાયર બદલવું જરૂરી બની જાય છે.

જો ટ્યુબલેસ ટાયર વારંવાર પંચર થતા હોય તો તેને તરત જ બદલવા જરૂરી હોય છે.

કાર ટાયર 40,000થી 50,000 કિમી સુધી ચાલી શકે છે.

કાર ટાયરને ઉત્પાદન તારીખથી 5થી 6 વર્ષ પછી બદલવું જરૂરી છે.

જો બદલવવામાં નહીંં આવે તો ટાયર ફાટવાની અને અકસ્માત થવાની શક્યતા વધી શકે છે.

ઘણા લોકો ટાયર બદલવામાં વિલંબ કરે છે.

જેના કારણે અકસ્માત થઈ શકે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.