પેટ્રોલ ડીઝલ

પેટ્રોલ ડીઝલ

પેટ્રોલ-ડીઝલ ઇંધણનો સૌથી મહત્વનો સ્ત્રોત છે. આ પેટ્રોલિયમ બળતણ ઈંધણનો સૌથી સામાન્ય પ્રકાર છે. તેની કિંમતોમાં ફેરફાર કાચા તેલ પર આધાર રાખે છે. પેટ્રોલમાં મુખ્યત્વે હાઇડ્રોકાર્બન તેમજ અન્ય કાર્બનિક સંયોજનોના નિશાન હોય છે.

આજકાલ દેશમાં મોટાભાગના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે. જો વૈશ્વિક લેબલ પર ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફાર થાય છે તો તેની અસર સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ પડે છે.

પેટ્રોલ અને ડીઝલ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને માટે આવકનો મોટો સ્ત્રોત છે. પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સનો મોટો હિસ્સો સરકારી તિજોરીમાં જાય છે.

ભારતમાં, ડીઝલ કરતાં પેટ્રોલમાં વધુ ટેક્સ લાગે છે, જે તેને થોડુ મોંઘુ બનાવે છે. ઘણા ઠંડા દેશોમાં તેનો ઉપયોગ પ્રાધાન્યરૂપે થાય છે, કારણ કે ખૂબ જ નીચા તાપમાને તેની દહનક્ષમતા અન્ય ઇંધણ કરતા વધારે છે.

Read More

Petrol-Diesel price : દિવાળી પર પેટ્રોલિયમ મંત્રીની મોટી ભેટ, પેટ્રોલ 5 રૂપિયા થઈ શકે છે સસ્તું

Petrol-Diesel price : પેટ્રોલિયમ મંત્રીએ ધનતેરસના દિવસે દેશવાસીઓને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. વાસ્તવમાં તેમણે કેટલાક રાજ્યોના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાનું લિસ્ટ પણ આપ્યું છે.

Petrol અને Diesel ના ભાવ પર આવી ગયો સરકારનો જવાબ, જાણો ક્યારે થશે સસ્તું?

મધ્ય માર્ચથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. થોડા સમય પહેલા સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા હતી. એવો અંદાજ હતો કે ઈંધણના ભાવમાં 2 થી 3 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

Crude Oil Extraction: તમારી ગાડીમાં ભરાતું Petrol-Diesel કેવી રીતે બને છે, જુઓ આખી પ્રોસેસનો Video

તેલ નિષ્કર્ષણની પ્રક્રિયામાં, પ્રથમ પગલું એ શોધવાનું છે કે કાચું તેલ ક્યાં ઉપલબ્ધ છે. આ માટે, ભૂ-ભૌતિક સર્વેક્ષણો જેવા કે સિસ્મિક સર્વે અને અન્ય ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસ હાથ ધરવામાં આવે છે. જે બાદ સમગ્ર પ્રક્રિયા આગળ વધારવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">