ઈઝરાયેલ
ઈઝરાયેલ એ એક આરબ દેશ છે. દક્ષિણ પૂર્વ ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કાંઠે આવેલો આ દેશ ઈઝરાયેલની ઉત્તરમાં લેબનોન, પૂર્વ તરફમાં જોર્ડન અને સીરિયાથી જોડાયેલો છે. જ્યારે, ઇજિપ્ત દેશ છે તે ઈઝરાયેલની દક્ષિણમાં આવેલ છે. મિડલ ઈસ્ટનો આ દેશ તેની ટેક્નોલોજી અને ઈનોવેશન માટે વિશ્વભરમાં જાણીતો છે. આ કારણે જ ઈઝરાયેલને સ્ટાર્ટઅપ નેશન અને આગામી સિલિકોન વેલી કહેવામાં આવે છે.
ઈઝરાયેલની વસ્તી 93 લાખની હોવાનું કહેવાય છે. ઈઝરાયેલને યહૂદીઓના દેશ તરીકે પણ કહેવામાં આવે છે. ઈઝરાયેલમાં યહુદી ઉપરાંત ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના લોકો પણ મોટી સંખ્યામાં રહે છે. ઈઝરાયેલ આમ તો મૂળ યહૂદીઓનું ઘર હોવાનું માનવામાં આવે છે. 19મી સદીમાં જ્યારે યુરોપમાં યહૂદીઓ પર વ્યાપક અત્યાચાર ગુજારવામાં આવ્યો, ત્યારે તેઓ ત્યાંથી ધીરે ધીરે ઈઝરાયેલમાં આવેલા જેરુસલેમ ખાતે પહોંચવા લાગ્યા. આ રીતે ઈઝરાયેલ મુખ્યત્વે યહૂદીઓનો દેશ બની ગયો. ઈઝરાયેલનો પાયો 1948માં નાખવામાં આવ્યો હતો. તેલ અવીવ ઈઝરાયેલની રાજધાની છે. ઈઝરાયેલ દેશની મુખ્ય ભાષા હીબ્રુ છે. લોકો મુખ્યત્વે હિબ્રુમાં બોલે છે
ઇઝરાયેલને વર્ષોથી તેના પડોશી દેશો ઇજિપ્ત, લેબેનોન, પેલેસ્ટાઇન, જોર્ડન અને સીરિયા સાથે વિવાદ સર્જાયેલ છે. જેના કારણે ઘણી વખત ઈઝરાયેલ અને તેના પડોશી રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ પણ થયું હતું. જોકે, ઈઝરાયેલે અમેરિકા સહિતના તેના મિત્ર દેશો સાથે મળીને યુદ્ધ જેવી કપરી પરિસ્થિતિનો સામનો કર્યો અને અનેક ક્ષેત્રે આગળ વધ્યું છે. આજે ઇઝરાયેલ વિશ્વની 13મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાનું કહેવાય છે. જે પોતાની ટેક્નોલોજીના આધારે દુનિયાભરમાં જાણીતુ છે.