AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL 2026 ના ટોપ- 5 સુપર ફ્લોપ વિદેશી ખેલાડીઓ… કરોડોની કિંમત છતાં ટીમોની અપેક્ષાઓ પર પાણી ફેરવ્યું

IPL 2026માં યુવા ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી ચાહકોનું દિલ જીતી લીધું, જ્યારે અનેક આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓ અપેક્ષા મુજબનું યોગદાન આપી શક્યા નહીં. તેમની પાસેથી મેચ વિનિંગ પ્રદર્શનની આશા રાખવામાં આવી હતી, પરંતુ આખી સિઝન દરમિયાન તેઓ સંઘર્ષ કરતા જોવા મળ્યા. પરિણામે તેમની ટીમોને પણ નુકસાન ભોગવવું પડ્યું અને ચાહકોમાં નિરાશા ફેલાઈ.

| Updated on: Jun 02, 2026 | 7:29 PM
Share
IPL 2026ની સિઝનમાં અનેક યુવા ખેલાડીઓએ પોતાની પ્રતિભાનો પરચો બતાવ્યો, પરંતુ કેટલાક મોટા નામ ધરાવતા વિદેશી ખેલાડીઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. ટીમોએ તેમની ઉપર કરોડો રૂપિયાનો દાવ લગાવ્યો હતો, છતાં તેઓ મેદાન પર અસરકારક પ્રદર્શન કરી શક્યા નહોતા. આ ખેલાડીઓના નબળા દેખાવે તેમની ટીમોની જીતની આશાઓને મોટો ઝટકો આપ્યો.

1 / 6
દક્ષિણ આફ્રિકાના સ્ટાર ઓલરાઉન્ડર માર્કો યાનસન પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તે બેટ અને બોલ બંનેથી કોઈ કમાલ કરી શક્યો નહીં. સમગ્ર સિઝનમાં તેણે માત્ર 51 રન બનાવ્યા અને 9 વિકેટ લીધી. તેનો ઇકોનોમી રેટ પણ 10.20 રહ્યો, અને તે પંજાબની ટીમ પર ભારે પડ્યો.

2 / 6
ઈંગ્લેન્ડના યુવા બેટ્સમેન જેકબ બેથલે T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ IPLમાં તે પોતાની લય જાળવી શક્યો નહીં. સાત મેચમાં તેણે માત્ર 96 રન બનાવ્યા અને તેનો સ્ટ્રાઇક રેટ પણ સામાન્ય રહ્યો. મહત્વની મેચોમાં તેની બેટિંગથી RCBને કોઈ ફાયદો થયો નહીં.

3 / 6
વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમાયર પણ આ યાદીમાં સામેલ છે. રાજસ્થાન રોયલ્સ માટે રમતા હેટમાયરે આઠ મેચમાં માત્ર 78 રન બનાવ્યા. મેચ ફિનિશર તરીકે ઓળખાતો હેટમાયર આ સિઝનમાં પોતાની ઈમેજ મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં.

4 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સનો ડેવાલ્ડ બ્રેવિસ પણ અપેક્ષાઓ પર ખરો ઉતાર્યો નહીં. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં આક્રમક બેટિંગ માટે જાણીતા બ્રેવિસે IPL 2026માં માત્ર 151 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઇક રેટ પણ સામાન્ય રહ્યો, જેના કારણે મધ્ય ઓવરોમાં CSKને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

5 / 6
મુંબઈ ઈન્ડિયન્સના અનુભવી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ માટે પણ આ સિઝન યાદગાર રહી નહીં. સ્વિંગ બોલિંગના માસ્ટર ગણાતા બોલ્ટે પાંચ મેચમાં માત્ર બે વિકેટ લીધી. તેની અસરકારક બોલિંગના અભાવે મુંબઈ ઇન્ડિયન્સને અનેક મહત્વપૂર્ણ મુકાબલાઓમાં નુકસાન સહન કરવું પડ્યું. IPL 2026માં આ પાંચ વિદેશી ખેલાડીઓનું પ્રદર્શન તેમની પ્રતિષ્ઠા અને કિંમતની સરખામણીએ ઘણું નબળું રહ્યું. (PC:PTI/X)

6 / 6

Breaking News: નિવૃત્તિના 4 વર્ષ બાદ યુટર્ન, 39 વખતની ચેમ્પિયન 44 વર્ષની ઉંમરે કરશે કમબેક

Follow Us
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video

આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની

રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી

ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ

Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

g clip-path="url(#clip0_868_265)">