રશિયા યુક્રેન યુદ્ધ
24 ફેબ્રુઆરી 2022ના રોજ, રશિયાએ યુક્રેનના અમુક ભાગો પર હુમલાઓ કર્યા અને તેના પર કબજો કર્યો. આ હુમલાના પરિણામે હજારો લોકો મૃત્યુ પામ્યા અને યુરોપમાં સૌથી મોટી શરણાર્થી કટોકટી સર્જાઈ. ફેબ્રુઆરીમાં, રશિયન સેનાએ યુક્રેનમાં વિશેષ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ યુક્રેનની રાજધાની કિવ સહિત દેશના અન્ય ભાગોમાં વિસ્ફોટોના પડઘા પડવા લાગ્યા હતા. પુતિન દ્વારા આ કાર્યવાહી મિન્સ્ક શાંતિ સમજૂતીને ખતમ કરવાની અને યુક્રેનના બે અલગતાવાદી વિસ્તારોમાં સૈનિકો મોકલવાની જાહેરાત બાદ કરવામાં આવી છે. યુક્રેને નાટોના સભ્યપદમાં રસ દાખવ્યો ત્યારે મામલો વધુ વણસી ગયો. એક સમયે સોવિયત યુનિયનનો ભાગ રહી ચૂકેલા યુક્રેનનો રશિયન સમાજ અને સંસ્કૃતિ સાથે ઊંડો સંબંધ છે. રશિયાનો આરોપ છે કે નાટો દેશો યુક્રેનને સતત હથિયારો સપ્લાય કરી રહ્યા છે અને અમેરિકા બંને દેશો વચ્ચે તણાવ ઉશ્કેરે છે.