સંયુક્ત આરબ અમીરાત

સંયુક્ત આરબ અમીરાત

સંયુક્ત આરબ અમીરાત એ મધ્ય પૂર્વ એશિયા સ્થિત એક દેશ છે. ઈ.સ. 1873 થી 1947 સુધી તે બ્રિટિશ સત્તા હેઠળ રહ્યું. આ પછી, તેનું શાસન લંડનમાં વિદેશ વિભાગથી કરવાનું શરૂ કર્યું. વર્ષ 1971 માં, પર્સિયન ગલ્ફના સાત શેખ રાજ્યો – અબુ ધાબી, શારજાહ, દુબઈ, ઉમ્મ અલ કુવેન, અજમાન, ફુજૈરાહ અને રાસ અલ ખૈમાહને જોડીને સ્વતંત્ર સંયુક્ત આરબ અમીરાતની સ્થાપના કરવામાં આવી હતી.

વર્ષ 1971 પહેલા 19મી સદીમાં યુનાઇટેડ કિંગડમ અને કેટલાક આરબ શેખડોમ વચ્ચે થયેલી સંધિને કારણે યુનાઇટેડ આરબ અમીરાત યુદ્ધવિરામ સંધિ રાજ્ય તરીકે ઓળખાતું હતું. આ ઉપરાંત વિસ્તારના અમીરાતને કારણે તે 18મી સદીથી 20મી સદીની શરૂઆત સુધી પાઇરેટ કોસ્ટ તરીકે પણ ઓળખાતું હતું.

વર્ષ 1971ના બંધારણના આધારે, યુએઈની રાજકીય વ્યવસ્થા અનેક એકબીજા સાથે જોડાયેલા વહીવટી સંસ્થાઓથી બનેલી છે. ઇસ્લામ આ દેશનો રાષ્ટ્રીય ધર્મ છે અને અરબી રાષ્ટ્રીય ભાષા છે. સંયુક્ત આરબ અમીરાત, તેલના ભંડારની દ્રષ્ટિએ વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો દેશ, મધ્ય પૂર્વમાં સૌથી વધુ વિકસિત અર્થતંત્ર ધરાવે છે. અરબી શબ્દ અમીરાતને જોડીને બનેલા યુનાઈટેડ આરબ અમીરાત શબ્દે સમગ્ર વિશ્વમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો છે. અમીરાત એટલે રાજ્ય. અમીરાતના રાજાને અમીર કહેવામાં આવે છે. અહીં મોટાભાગના ભારતીયો રહે છે.

 

Read More

દુનિયાના એ 10 દેશ, જ્યાં રહે છે સૌથી વધુ ભારતીયો…એક દેશમાં તો છે 36 ટકા હિન્દુસ્તાની

ભારતીય લોકો સદીઓથી બીજા દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. ઘણા લોકો વિદેશમાં સ્થાયી થયા છે, તો ઘણા પોતાના દેશમાં પરત ફર્યા છે. યુએન માઇગ્રેશન રિપોર્ટ અનુસાર, ભારત વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરનારાઓનું કેન્દ્ર છે. તો લેખમાં જાણીશું કે, એવા કયા 10 દેશ છે, જ્યાં સૌથી વધુ ભારતીયો રહે છે.

No Income Tax : દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો, જાણો નામ

દુનિયાના 8 એવા દેશો છે જ્યાં કોઈ આવકવેરો નથી લાગતો. આ દેશોમાં સંયુક્ત આરબ અમીરાત, કુવૈત, બહેરીન જેવા દેશોનો સમાવેશ રહે છે.

દુબઈમાં 1 BHK ફ્લેટનું ભાડું કેટલું હોય છે ? જાણો કયો વિસ્તાર રહેવા માટે છે સૌથી સસ્તો ?

UAE એ ભારતીયો માટે ગોલ્ડન વિઝાના નિયમો હળવા કર્યા ત્યારથી ભારતીયો માટે દુબઈમાં સ્થાયી થવું સરળ બની ગયું છે. જે લોકો દુબઈ જવાનું વિચારી રહ્યા છે તેમના માટે દુબઈનું પ્રોપર્ટી માર્કેટ અને ત્યાંના ભાડાના રેટ જાણવા જરૂરી છે. તેથી આ લેખમાં દુબઈમાં 1 BHKનું ભાડું કેટલું છે અને કયો વિસ્તાર રહેવા માટે સસ્તા છે, તેના વિશે જાણીશું.

દુબઈમાં મજૂર પણ કામ કરીને બની શકે છે અમીર, જાણો કોને મળે છે કેટલો પગાર ?

દર વર્ષે ભારતમાંથી હજારો લોકો નોકરી માટે ખાડી દેશોમાં જાય છે. તેમાંથી સાઉદી અને દુબઈ રોજગાર અને પગાર માટે ખૂબ ફેમસ છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ નોકરી માટે દુબઈ ગયો અને 2-5 વર્ષમાં સારા પૈસા કમાઈને પાછો ફર્યો. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે, દુબઈમાં ઓછામાં ઓછો કેટલો પગાર મળે છે ?

છેલ્લા 10 વર્ષમાં NRIનો ફેવરિટ દેશ કયો રહ્યો ? પહેલા હતો US, હવે આ દેશ બની રહ્યો છે ફેવરિટ

છેલ્લા દાયકામાં ભારતીય ઇમિગ્રન્ટ્સ (NRI)ની પસંદગીમાં ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ભારતીયોનું સૌથી વધુ પસંદગીનું સ્થળ હતું, પરંતુ હવે ઝડપથી તેમની પ્રાથમિકતા બદલાઈ રહી છે અને આ દેશ ફેવરિટ બની રહ્યો છે.

Daily Wage in Kuwait : કુવૈતમાં મજૂરોને દૈનિક વેતન કેટલું મળે છે? જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય કુવૈતના પ્રવાસે પહોંચ્યા હતા. ચાર દાયકા કરતાં પણ વધુ સમયમાં કોઈ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે. મહત્વનું છે કે આ દરમ્યાન વડાપ્રધાને ગુજરાતી લોકો સાથે વાત કરી જે બાદ કુવૈતમાં કામ કરવા માટે લોકો ઘણું સર્ચ કરી રહ્યા હતા. જોકે તમારે એ જાણવું જરૂરી છે કે, કુવૈતમાં કામ કરતાં મજૂરોને દૈનિક કેટલી મજૂરી મળે છે.

Champions Trophy : દુબઈ કે કોલંબો – ટીમ ઈન્ડિયાની મેચ ક્યાં રમાશે ? આ શહેરના નામ પર લાગી મહોર

હાઇબ્રિડ મોડલ માટે સંમત થયા પછી પણ ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ હજી જાહેર કરવામાં આવ્યું નથી અને તેનું કારણ તટસ્થ સ્થળને લઈને ચાલી રહેલી ચર્ચા હતી. જ્યારે BCCI તેની પસંદગી દુબઈ તરીકે જણાવી રહ્યું હતું, જ્યારે પીસીબીની પસંદગી કોલંબો તરીકે જણાવવામાં આવી રહી હતી.

કુવૈતમા ભારતીય શ્રમિકોને PM મોદીએ કહ્યું – હું 12 કલાક કામ કરું છુ

પીએમ મોદીએ કહ્યું કે, અમારું લક્ષ્ય 11 કરોડ શૌચાલય બનાવવાનું છે. ગરીબોને કાયમી મકાનો હોવા જોઈએ. અત્યાર સુધીમાં 4 કરોડ પાકાં મકાનો બનાવીને ગરીબોને આપવામાં આવ્યા છે, એટલે કે તેમાં ઓછામાં ઓછા 15-16 કરોડ લોકો રહેશે. હજુ ઘણું કરવાનું બાકી છે.

દુબઈ પહોંચી સંબંધીને ત્યાં રહેવું બનશે મુશ્કેલ, સરકારે બદલ્યા નિયમો, જાણો કારણ

દુબઈ સરકારના સંબંધોને કારણે ભાડા કરાર અને રહેઠાણના પુરાવા જેવા દસ્તાવેજોની માંગ તદ્દન બિનજરૂરી છે. એવું માનવામાં આવે છે કે દુબઈ સરકારે ત્યાં હોટેલ બિઝનેસ વધારવા માટે આ નિયમ બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે દુબઈમાં હોટલનું ભાડું 20 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધી છે.

કુદરતનો કરિશ્મા કે કહેર ? સાઉદી અરેબિયાના રણમાં અચાનક કેમ પડ્યો બરફ ?

રણમાં બરફ પડવા લાગે તો નવાઈ લાગવી સ્વાભાવિક છે. સાઉદી અરેબિયાના અલ-જૌફ વિસ્તારમાં પણ આવું જ બન્યું છે. આ વિસ્તારમાં પહેલીવાર ભારે હિમવર્ષા થઈ છે. હિમવર્ષાની આ ઘટના માત્ર સ્થાનિકો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ, જુઓ Video

ઇસ્લામિક દેશનાં સૌ પ્રથમ હિન્દુ મંદિરમાં પહેલી દિવાળી ઈજવી રહ્યા છે. BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દીપોત્સવ યોજાયો. મૂર્તિઓને ખાસ વાઘા અને શણગાર ધરાવવામાં આવ્યો. મંદિરમાં રંગોળી અને દીવડાઓની સજાવટ પણ જોવા મળી. અખાતી દેશોમાંથી પણ ભારતીયો આવ્યા હતા.

ગુજરાત પોલીસ પ્રથમવાર દુબઈ જઈ પકડી આવી 2300 કરોડના સટ્ટાકાંડનો મુખ્ય આરોપી, જુઓ Video

અમદાવાદના માધુપુરા સટ્ટાકાંડમાં દુબઈ બેસીને સમગ્ર સટ્ટાકાંડ ચલાવતા દિપક ઠક્કરને ગુજરાત લાવવામાં આવ્યો છે. દિપક મુખ્ય સૂત્રધાર તરીકે ઉપસી આવ્યો હતો. આ આરોપી દુબઇમાં રહીને ઓનલાઈન સટ્ટાનું નેટવર્ક ચલાવતો હતો. દિપક ને ભારત લાવ્યા બાદ સટ્ટાના ઇન્ટરનેશનલ રેકેટ સાથે સંકળાયેલ મોટા બુકીઓ અને મોટા ખેલીઓના નામ ખૂલશે. ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સટ્ટાનું નેટવર્ક તથા 2273 કરોડની હવાલા ચેનલ દ્વારા હેરાફેરી મામલે મોટા ઘટસ્ફોટ થાય તેમ છે. માધુપુરા સટ્ટાકાંડની તપાસ DGP દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને સોંપવામાં આવી હતી.

અબુ ધાબી BAPS મંદિરની મુલાકાતે પહોંચ્યા વિદેશ મંત્રી એસ. જયશંકર, મંદિરમાં પૂજા પણ કરી, જુઓ તસવીરો

વિદેશ પ્રધાન એસ. જયશંકર UAEની યાત્રા મુલાકાત લીધી. જયશંકરે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરમાં પૂજા કરી હતી. જયશંકર તેમની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાન સાથે વાતચીત કરશે.

અબુ ધાબીના હિંદુ મંદિરે બનાવ્યો નવો રેકોર્ડ, એક દિવસમાં 40,000 ભક્તો આવ્યા દર્શને, જુઓ તસવીર

અબુ ધાબીના હિન્દુ મંદિરે નવો રેકોર્ડ બનાવ્યો છે. એક દિવસમાં 40,000 થી વધુ ભક્તોએ આ મંદિરની મુલાકાત લીધી છે. આ મંદિર સામાન્ય લોકો માટે 1 માર્ચે જ ખોલવામાં આવ્યું હતું. આ મંદિરનું લોકાર્પણ ગયા મહિને 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

દુબઈ જવા માગતા ભારતીયો માટે સારા સમાચાર, દેશવાસીઓને મળી સ્પેશ્યલ વીઝા ઓફર

દુબઈ જવાના શોખીન ભારતીયો માટે સારા સમાચાર છે. વર્ષ 2023માં ભારતીયોએ દુબઈના પ્રવાસન ક્ષેત્રમાં રેકોર્ડબ્રેક યોગદાન આપ્યું છે. દુબઈએ આ વર્ષે કુલ 17.15 મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું સ્વાગત કર્યું છે. દુબઈ સરકારે કહ્યું છે કે તેમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. તેનાથી પ્રોત્સાહિત થઈને દુબઈએ ભારતીયો માટે ખાસ વિઝા ઓફર જાહેર કરી છે.

g clip-path="url(#clip0_868_265)">