Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાઉદી અરેબિયા

સાઉદી અરેબિયા

સાઉદી અરેબિયા મધ્ય પૂર્વમાં સ્થિત એક સુન્ની મુસ્લિમ દેશ છે. તે 1750 ની આસપાસ સાઉદ દ્વારા સ્થાપિત ઇસ્લામિક રાજાશાહી છે. અહીંની જમીન રેતાળ છે અને આબોહવા ઉષ્ણકટિબંધીય છે.

સાઉદી અરેબિયાની ગણતરી વિશ્વના અગ્રણી ઈંધણની નિકાસ કરનારા દેશોમાં થાય છે. સાઉદી અરેબિયાની પશ્ચિમે રાતો સમુદ્ર છે અને તેનાથી આગળ ઇજિપ્ત છે. દક્ષિણમાં ઓમાન અને યમન છે અને તેમની દક્ષિણમાં હિંદ મહાસાગર છે. તે ઉત્તરમાં ઇરાક અને જોર્ડન સાથે, જ્યારે પૂર્વમાં પર્સિયન ગલ્ફ અને કુવૈત અને સંયુક્ત આરબ અમીરાતથી જોડાયેલ છે. પેલેસ્ટાઈનનો પ્રદેશ તેની ઉત્તરે છે.

ઇસ્લામના સ્થાપક મુહમ્મદનો જન્મ અહીં થયો હતો અને ઇસ્લામના બે પવિત્ર સ્થળો, મક્કા અને મદીના, અહીં આવેલા છે.અહીંના મુસ્લિમો મુખ્યત્વે સુન્ની છે અને ઇસ્લામની રાજકીય રાજધાની આ દેશની બહાર હોવા છતાં, આ દેશના લોકોએ ઇસ્લામ ધર્મ પર પોતાની અમીટ છાપ છોડી છે.

Read More

સાઉદી અરેબિયાએ, ભારત સહિત 14 દેશના મુસ્લિમો પર લગાવ્યો પ્રતિબંધ, જાણો ઉમરાહ માટે જઈ શકશે કે નહીં ?

સાઉદી અરેબિયાએ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત વિશ્વના 14 દેશના મુસ્લિમોના વિઝા પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ આગામી 13 એપ્રિલથી જૂનના મધ્ય સુધી અમલમાં રહેશે. આ પ્રતિબંધ એવા સમયનો છે કે, સાઉદીના મક્કા-મદિનામાં હજયાત્રા યોજાતી રહે છે.

UAE ના BAPS હિંદુ મંદિરે શેખ નાહયાન મુબારક અલ નાહયાનની ઉપસ્થિતિમાં એક વર્ષની કરાઈ ઉજવણી

યુનાઈટેડ આરબ અમિરાત ખાતે ગત વર્ષે બીએપીએસ સંસ્થાના હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એક વર્ષમાં મંદિર દ્વારા હાંસલ કરવામાં આવેલ વિવિધ સિદ્ધિઓને વાર્ષિક દિવસે વર્ણાવવામાં આવી હતી. મંદિરના એક વર્ષની ઉજવણીમાં યુનાઈટેડ આરબ અમિરાત અબુધાબીના વિશિષ્ટ મહાનુભાવ, ભારતીય સમુદાયના વિવિધ મહાનુભાવ અને અનેક શ્રદ્ધાળુ, સત્સંગીઓ તેમજ સેવક ગણ ઉપસ્થિત રહ્યાં હતા.

યુદ્ધમાં ખેદાન મેદાન થયેલ ગાઝા ઉપર પુનઃવિકાસના નામે કેમ કબજો ઈચ્છે છે અમેરિકા ?

યુદ્ધગ્રસ્ત ગાઝામાં વિસ્થાપિત થયેલા પેલેસ્ટાઈનના લોકોએ યુદ્ધગ્રસ્ત વિસ્તારની બહાર કાયમી વસવાટ કરવો જોઈએ તેમ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. નેતન્યાહૂએ ગાઝાને લઈને ઈઝરાયેલના ત્રણ લક્ષ્યો પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા.

Multiple Wife : અહીં પુરુષો રાખે છે એક કરતાં વધુ પત્નીઓ, જાણો કારણ

કેટલાક દેશોમાં, ધાર્મિક અથવા સાંસ્કૃતિક પરંપરાઓના આધારે, પુરુષને એક કરતાં વધુ પત્નીઓ હોઈ શકે છે. નીચેના દેશોમાં બહુપત્નીત્વ પ્રથા પ્રચલિત છે.

સાઉદી અરેબિયામાં લાગુ થયા નવા વિઝા નિયમો, ભારતીયોને મળશે મોટો ઝટકો, જાણો કેવી રીતે

હવે સાઉદી અરેબિયા જવા ઈચ્છતા ભારતીય કામદારો માટે અરજી કરતા પહેલા તેમની વ્યાવસાયિક અને શૈક્ષણિક લાયકાતની પૂર્વ ચકાસણી પૂર્ણ કરવી ફરજિયાત કરવામાં આવી છે. આ સાથે સાઉદી અરેબિયાએ વિદેશીઓ માટે તેમના ઇકામા (રહેઠાણ પરમિટ) રિન્યૂ કરવાના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે.

કુવૈતમાં PM મોદીનું કરાયું સન્માન, અરબી ભાષામાં લખાયેલ રામાયણ-મહાભારતની મળી ભેટ

PM નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા હતા. કુવૈત પહોંચતા જ તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે PM મોદીને અરબી ભાષામાં લખાયેલ મહાભારત અને રામાયણ રજૂ કરવામાં આવ્યા હતા.

IPL Mega Auction : સાઉદી અરેબિયાના જેદ્દાહમાં સ્ટેજ તૈયાર, ખેલાડીઓ પર થશે કરોડોનો વરસાદ

IPL ઓક્શન પ્રિવ્યૂ : આ પહેલીવાર છે જ્યારે IPL ઓક્શનનો ઉત્સાહ સાઉદી અરેબિયાની ધરતી પર પહોંચ્યો છે અને સતત બીજી વખત ભારતની બહાર ખેલાડીઓની હરાજી થવા જઈ રહી છે. અગાઉ 2023ની હરાજી દુબઈમાં થઈ હતી.

કુદરતનો કરિશ્મા કે કહેર ? સાઉદી અરેબિયાના રણમાં અચાનક કેમ પડ્યો બરફ ?

રણમાં બરફ પડવા લાગે તો નવાઈ લાગવી સ્વાભાવિક છે. સાઉદી અરેબિયાના અલ-જૌફ વિસ્તારમાં પણ આવું જ બન્યું છે. આ વિસ્તારમાં પહેલીવાર ભારે હિમવર્ષા થઈ છે. હિમવર્ષાની આ ઘટના માત્ર સ્થાનિકો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

ઈતિહાસમાં પ્રથમ વખત સાઉદીના ઊંટ રણની બદલે બરફ પર ચાલ્યા,રણમાં થઇ હિમવર્ષા,જુઓ તસવીરો

સાઉદી અરેબિયાના અલ-જૌફ ક્ષેત્રમાં ભારે વરસાદ અને કરાના કારણે અચાનક હિમવર્ષા થઈ હતી, આ વિસ્તારમાં પ્રથમ વખત હિમવર્ષા જોવા મળી છે. ગયા બુધવારથી શરૂ થયેલા વરસાદ પછી અહિં વર્ષા શરૂ થઇ હતી

IPL 2025 Mega Auction Venue ને લઈને સસ્પેન્સ પરથી હટ્યો પડદો, જાણો તારીખ અને સ્થળ વિશે

31 ઓક્ટોબરે જ તમામ 10 ટીમોએ પોતપોતાના રિટેન્શનની જાહેરાત કરી હતી અને હવે દરેક મેગા ઓક્શનની રાહ જોઈ રહ્યા છે, જેમાં આ વખતે રિષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર જેવા મોટા ખેલાડીઓ પણ પ્રવેશ કરશે.

Pakistan News: પાકિસ્તાનના ભિખારીઓથી પરેશાન સાઉદી અરેબિયા, મોટી કાર્યવાહીની તૈયારી શરૂ

સાઉદી અરેબિયા હાલમાં પાકિસ્તાની ભિખારીઓથી પરેશાન છે. આ અંગે કોઈ કઠોર નિર્ણય પણ લઈ શકે છે. સાઉદી અરેબિયાની હજ મંત્રાલય આ સમસ્યાનો સામનો કરવા માટે એક નવી યોજના બનાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે સતત પાકિસ્તાનને આ સમસ્યા અંગે વાકેફ કરી રહ્યો છે.

ઉમરાહ વિઝાની આડમાં ભિખારીઓ મોકલવાનું બંધ કરે પાકિસ્તાન…સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને આપી મોટી ચેતવણી

હજ અને ઉમરાહ યાત્રાના નામે પાકિસ્તાનના ભિખારીઓ આરબ દેશોમાં ભીખ માંગવાનો ધંધો કરે છે. ગયા વર્ષના એક રિપોર્ટ અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અરબ દેશોમાં ભીખ માંગવાનું પ્રચલિત છે.

અમેરિકા સાઉદી અરેબિયાને આપશે આક્રમક હથિયારો, યમન હુતીઓને રોકવાનો નવો પ્લાન

અમેરિકા ફરી એકવાર સાઉદી અરેબિયાને આક્રમક હથિયારો આપવા માટે તૈયાર છે. આ ડીલથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમેરિકા હુતી વિદ્રોહીઓ વિરુદ્ધ સાઉદી અરેબિયાને સમર્થન આપવા માટે આવું કરી રહ્યું છે. આ સમગ્ર ડીલ ફરી શરૂ કરવા પાછળ ગાઝા તણાવ પણ મુખ્ય કારણ છે.

ઇસ્લામ પહેલા મક્કા પર કોનું હતું શાસન ? જાણો મુસ્લિમોના કબજામાં ક્યારે આવ્યું

ઇસ્લામ પહેલા આરબ કોઈ એક સરકાર કે સામ્રાજ્ય દ્વારા શાસિત રાજ્ય ન હતું. ઇસ્લામ પહેલા આરબ સામાજિક-રાજકીય માળખું ઘણી જુદી જુદી જાતિઓથી બનેલું હતું. ઇસ્લામ પહેલા આરબમાં અનેક આદિવાસી સમુદાયો રહેતા હતા. ત્યારે આ લેખમાં જાણીશું કે ઇસ્લામ પહેલા મક્કા પર કોનું શાસન હતું અને તે મુસ્લિમોના કબજામાં ક્યારે આવ્યું.

સાઉદીમાં સેંકડો હજ યાત્રીઓના મોતનું કારણ ભયંકર ગરમી કે બીજું કંઈ ?

આ વર્ષે હજ દરમિયાન લગભગ 1300 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ ઇજિપ્તના લગભગ 600થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે હજ યાત્રીઓના મોતનું કારણ ખરેખર ભયંકર ગરમી જ છે કે પછી બીજું કોઈ કારણ તેમજ હજ દરમિયાન અગાઉ પણ બનેલી આવી જ કેટલીક ઘટનાઓ વિશે આ લેખમાં જાણીશું.

g clip-path="url(#clip0_868_265)">