AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon2026: દેશમાં સૌથી પહેલા ચોમાસાની એન્ટ્રી કેરળમાં જ કેમ થાય છે? જાણો વરસાદનું આખું સાયન્સ!

શું તમે જાણો છો કે હજારો કિલોમીટર દૂરથી આવતા વાદળો સૌથી પહેલા કેરળના દરવાજે જ કેમ દસ્તક દે છે? આખરે સમુદ્રનું કયું ગુપ્ત દબાણ આ ચોમાસાને ભારત તરફ ખેંચી લાવે છે? જાણો વરસાદ પાછળનું એ રહસ્યમય વિજ્ઞાન, જે તમે નહીં જાણતા હોવ!

| Updated on: Jun 04, 2026 | 8:47 AM
Share
ઉત્તરભારતમાં જ્યારે 48 થી 50 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે 4 જૂનની આસપાસ કેરળમાં ચોમાસાની એન્ટ્રી સાથે જ દેશને મોટી રાહત મળવા જઈ રહી છે.

1 / 10
મોટાભાગના લોકો માને છે કે ચોમાસું એટલે સામાન્ય વરસાદ, પરંતુ વૈજ્ઞાનિક રીતે આ પવનની દિશામાં થતો એક મોટો મોસમી ફેરફાર છે, જે આખા દેશની આબોહવાને બદલી નાખે છે.

2 / 10
ભારતમાં મુખ્યત્વે 2 પ્રકારના ચોમાસા હોય છે, પહેલું 'દક્ષિણ-પશ્ચિમ ચોમાસું' (જે જૂનથી સપ્ટેમ્બર સુધી મુખ્ય વરસાદ લાવે છે) અને બીજું 'ઉત્તર-પૂર્વ અથવા વળતું ચોમાસું' (જે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં તમિલનાડુ અને આંધ્રમાં વરસાદ આપે છે).

3 / 10
ભૌગોલિક દ્રષ્ટિએ કેરળ અરબી સમુદ્રના કિનારે આવેલું છે. જ્યારે દરિયામાંથી ભેજવાળા પવનો ફૂંકાય છે, ત્યારે ભારતીય સરહદમાં પ્રવેશવા માટે કેરળ તેમના માટે પહેલો મોટો હાઇવે બને છે.

4 / 10
કેરળના દરિયાકિનારાની બિલકુલ પાછળ 'વેસ્ટર્ન ઘાટ્સ' એટલે કે ઊંચા પહાડો આવેલા છે. દરિયાઈ પવન આ પહાડો સાથે ભટકાયા પછી સીધો ઉપર ચઢે છે અને વાદળો બંધાતા જ ત્યાં ધમાકેદાર વરસાદ શરૂ થઈ જાય છે.

5 / 10
ઉનાળાની આકરી ગરમીમાં ઉત્તર ભારતની જમીન ખૂબ ગરમ થઈ જાય છે. ગરમ હવા હલકી થઈને ઉપર તરફ જાય છે, જેના કારણે જમીન પર 'લો-પ્રેશર' (ઓછા દબાણનો પટ્ટો) સર્જાય છે.

6 / 10
જ્યારે જમીન પર લો-પ્રેશર હોય, ત્યારે તેની સરખામણીએ દરિયો ઠંડો હોવાથી ત્યાં 'હાઈ-પ્રેશર' હોય છે. વિજ્ઞાનના નિયમ મુજબ હવા હંમેશા હાઈ-પ્રેશરથી લો-પ્રેશર તરફ દોડે છે, તેથી દરિયાના ભેજવાળા પવનો જમીન તરફ ખેંચાઈ આવે છે.

7 / 10
જ્યારે આ પવનો વિષુવવૃત્ત પાર કરીને ભારત તરફ આવે છે, ત્યારે પૃથ્વીના ધરીભ્રમણને કારણે તેઓ દક્ષિણ-પશ્ચિમ દિશામાં વળી જાય છે. આ જ કારણ છે કે તેને 'સાઉથ-વેસ્ટ મોન્સૂન' કહેવામાં આવે છે.

8 / 10
ચોમાસા દરમિયાન બંગાળની ખાડીમાં સતત લો-પ્રેશર સિસ્ટમ બનતી રહે છે, જે મધ્ય ભારત સુધી વરસાદ ખેંચી લાવે છે. આ ઉપરાંત 'મોન્સૂન ટ્રફ' (ચોમાસી દ્રોણી) મજબૂત થવાથી વરસાદનું જોર વધે છે.

9 / 10
4 જૂનની તારીખ એક ચોક્કસ પૂર્વાનુમાન છે. ચોમાસાની સચોટ અને સત્તાવાર એન્ટ્રી હવામાન વિભાગ (IMD) ના લાઈવ પેરામીટર્સ અને પવનની ગતિ પર આધાર રાખે છે.

10 / 10

હવામાન વિભાગની સૌથી મોટી ચેતવણી, 1600 KM લાંબી આફત! દેશના 17 રાજ્યોમાં કુદરતનો પ્રકોપ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે

પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ

બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ

વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video

જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'

ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા

વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ

અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ

દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો

અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે

g clip-path="url(#clip0_868_265)">