AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath Breaking: ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video

Gir Somnath Breaking: ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2026 | 8:35 PM
Share

ગીરસોમનાથના ઉનાની સરકારી હોસ્પિટલમાં એક આખલો ઘુસી જતા દર્દીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. બહાર લડી રહેલા આખલાઓમાંથી એક અંદર ધસી આવ્યો હતો

ગીરસોમનાથના ઉના તાલુકમાં આવેલી સરકારી હોસ્પિટલમાં આખલો ઘુસી જતા અફરાતફરી સર્જાઈ હતી. હોસ્પિટલ બહારના કમ્પાઉન્ડમાં બે આખલા લડી રહ્યા હતા. આ આખલા યુદ્ધ વચ્ચે એક આખલો હોસ્પિટલમાં આવી ચડ્યો. જેને લઈને હોસ્પિટલમાં દર્દીઓમાં અને તેમની સાથે આવેલા સ્વજનોમાં પણ ફફડાટ ફેલાયો હતો. આખરે ભારે જહેમત બાદ આખલાને બહાર કાઢવામાં આવ્યો હતો.

જો કે હોસ્પિટલમાં દરેક એન્ટ્રી પોઈન્ટ પર સિક્યોરિટી ગાર્ડ હોવા છતા વારંવાર શ્વાન અંદર આવી જાય છે. ત્યારે દર્દીઓની સુરક્ષાને લઈનો હોસ્પિટલ તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે. જો આ આખલાએ કોઈને અડફેટે લઈને ઈજા પહોંચાડી હોત તો ? તેવો સવાલ પણ દર્દીના સ્વજનો કરી રહ્યા છે. હોસ્પિટલ જેવી જગ્યાએ આ પ્રકારની બેદરકારી ઘણી જોખમી સાબિત થઈ શકે છે. એકતરફ જ્યાં વ્યક્તિ સાજો થવા માટે આવતો હોય ત્યાથી જ જો ઈજા લઈને જાય તો કેવુ. હાલ તો આ ઘટનાની ગંભીરતાને જોતા હોસ્પિટલ પ્રશાસન દ્વારા શું પગલા લેવાય છે તે જોવુ રહેશે.

ન્યાય માગતા વિદ્યાર્થીઓને ‘એન્ટી નેશનલ’ ચીતરવાનું પાપ, 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ધાંધલી, CBSE અને સત્તાધિશોના ગાલ પર તમાચો- વાંચો

Published on: Jun 03, 2026 08:34 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">