ઘરના મુખ્ય દરવાજા પર બાંધો આસોપાલવનું તોરણ, થશે આ વાસ્તુ લાભ
વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર અસોપાલવના પાનનું તોરણ લગાવો છો તો નકારાત્મક ઉર્જા તમારા ઘરથી દૂર રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.

ઘણા લોકો આજે પણ ઘરના મુખ્ય દરવાજા પર અન્ય તોરણ લગાવ્યા વગર આસોપાલવનું તોરણ લગાવે છે. નવરાત્રી દરમિયાન મોટાભાગના ઘરોમાં આસોપાલવનો તોરણ લગાવાય છે. શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ છે. ત્યારે ચાલો જાણીએ આસોપાલવનું તોરણ ઘરના દરવાજા પર લગાવવાથી શું લાભ થાય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર અસોપાલવના પાનનું તોરણ લગાવો છો તો નકારાત્મક ઉર્જા તમારા ઘરથી દૂર રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.

અસોપાલવના પાનને પૂજામાં શુભ માનવામાં આવે છે. તેથી, દેવી દુર્ગાને પ્રસન્ન કરવાની આ એક સરળ અને અસરકારક રીત છે. આથી ઘણા ઘરોમાં આજે પણ અસોપાલવના પાનનું તોરણ લગાવવામાં આવે છે.

અસોપાલવનું વૃક્ષ શાંતિ, સૌભાગ્ય અને શુભ પ્રસંગો સાથે સંકળાયેલું છે. તેથી, તમારે ચોક્કસપણે તેનું તોરણ તમારા ઘરમાં લટકાવું જોઈએ.

નવરાત્રી જેવા પવિત્ર સમય દરમિયાન, આ તોરણ ઘરની પવિત્રતા અને સકારાત્મકતા વધારે છે. અસોપાલવના પાન ખરાબ શક્તિઓને દૂર રાખે છે અને ખરાબ નજરથી રક્ષણ આપે છે.

એવું માનવામાં આવે છે કે અસોપાલવના પાનનું તોરણ ઘરમાં ધન, સમૃદ્ધિ અને સુખાકારી લાવે છે.

પુરાણો અનુસાર, અસોપાલવના વૃક્ષને દેવી લક્ષ્મી અને દેવી દુર્ગાનું પ્રિય માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન અસોપાલવના પાનનું તોરણ લટકાવવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. તેથી, નવરાત્રીના શુભ પ્રસંગે, તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર આ તોરણ લગાવવું જોઈએ.
ઘરની સામે નાળિયેરનું ઝાડ લગાવી શકાય? જાણો વાસ્તુ નિયમ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
