Business Idea : ગરમાગરમ સમોસા ! બિઝનેસ ભલે નાનો હોય પણ મહિનાની કમાણી ₹45,000 થી ₹75,000 જેટલી
ભારતમાં ખાણીપીણીના વ્યવસ્યાયમાં ક્યારેય મંદી નથી આવતી. એવામાં જો સમોસાનો બિઝનેસ શરૂ કરવામાં આવે તો સારો એવો નફો મેળવી શકાય છે.

સમોસાની માંગ ખૂબ જ વધુ છે. બાળકથી લઈને વડીલ સુધી દરેકને સમોસા ગમે છે. જો તમે ઓછા ખર્ચે નાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો, તો સમોસાનો બિઝનેસ ખૂબ નફાકારક સાબિત થઈ શકે છે.

આ માટે સૌથી પહેલા યોગ્ય લોકેશન પસંદ કરવી જોઈએ. સ્કૂલ, કોલેજ, બસ સ્ટેશન, ઓફિસ એરિયા કે બજાર જેવી જગ્યાએ સ્ટોલ લગાવવાથી ગ્રાહકો સરળતાથી મળી આવે છે.

આ બિઝનેસ શરૂ કરવા માટે FSSAI ફૂડ લાઇસન્સ, મ્યુનિસિપાલિટીની મંજૂરી અને મોટી દુકાન માટે GST રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે. જરૂરી સાધનોમાં ગેસ, ફ્રાયર અથવા મોટી કડાઈ, કાઉન્ટર, વાટકીઓ, પ્લેટ્સ, નૅપકિન અને સ્ટોરેજ કન્ટેનરની જરૂર પડે છે.

સમોસા બનાવવા માટે મેંદા, બટાટા, વટાણા, મસાલા, તેલ જેવી સામગ્રી કામ લાગે છે. સ્ટોલ સેટઅપ, સાધનો અને કાચા માલ સાથે આ બિઝનેસ લગભગ ₹25,000 થી ₹40,000 માં શરૂ થઈ શકે છે.

એક સમોસાની સરેરાશ કિંમત ₹15 થી ₹20 હોય છે અને જો રોજ 200 જેટલા સમોસા વેચાય તો દૈનિક આવક ₹3,000 થી ₹4,000 જેટલી થઈ શકે છે. જો સાધન-સામગ્રી અને અન્ય ખર્ચ કાઢવામાં આવે તો દૈનિક નફો ₹1,500 થી ₹2,500 જેટલો થાય છે. ટૂંકમાં માસિક નફો આશરે ₹45,000 થી ₹75,000 જેટલો થઈ શકે છે.

માર્કેટિંગ માટે સમોસાની ક્વોલિટી અને સ્વાદ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આ સાથે જ Swiggy અને Zomato જેવી એપ્સ સાથે જોડાવું, ઓફિસ-કોલેજમાં એક એક સેમ્પલ આપીને ગ્રાહકો આકર્ષવા જોઈએ અને સોશિયલ મીડિયા પર પ્રમોશન કરવું જોઈએ.

આ બિઝનેસનો સૌથી મોટો ફાયદો એ છે કે, સમોસાની માંગ હંમેશા રહે છે અને રોકડ આવક મળતી હોવાથી નફો સતત વધતો રહે છે.
સમોસા બનાવવાની રીત જાણવી હોય તો અહીં ક્લિક કરો...
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
