AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તુલસીના પાનના છે અનેક ફાયદા, જાણો વજન ઘટાડવાથી લઇને પાચનક્રિયા સુધારવા સુધીના આ ફાયદા

ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું ખૂબ જ મહત્વ છે. તે પૂજનીય છે અને તેનો છોડ ઘરમાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ ધાર્મિક મહત્વ સિવાય તુલસી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.અમે તમને તુલસીના પાનના ફાયદા જણાવીશું.

| Updated on: Jan 17, 2024 | 11:12 AM
Share
તુલસી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માગો છો, તો દરરોજ ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરો. તેનાથી શરીરને રોગો સામે લડવાની શક્તિ મળે છે.

1 / 5
તુલસીના પાનમાં ઓસીમુમોસાઈડ્સ A અને B નામના સંયોજનો હોય છે જે સ્ટ્રેસ ઘટાડે છે. તેઓ મગજમાં ન્યુરોટ્રાન્સમીટર સેરોટોનિન અને ડોપામાઇનને સંતુલિત કરે છે, જેનાથી તમને સારું લાગે છે. સ્ટ્રેસમાં તે ખૂબ મદદરૂપ થાય છે.

2 / 5
જો તમે પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન હોવ તો પણ તુલસીના પાન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સારી પાચનક્રિયા તમારા શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે.  દરરોજ ખાલી પેટ તુલસીના પાન ચાવવાથી એસિડિટી અને પેટમાં બળતરા થવાની સમસ્યામાં રાહત મળે છે અને ઘણી બીમારીઓથી રાહત મળે છે.પેટના રોગોથી છુટકારો મળે છે.

3 / 5
તુલસીના પાનમાં એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. તેથી તુલસીનું સેવન કરવાથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે. તમે તુલસીના પાનને ચા અથવા ઉકાળામાં ઉમેરીને પી શકો છો. તુલસી શ્વસન સંબંધી સમસ્યાઓમાં પણ મદદરૂપ છે કારણ કે તે શરદી, ફ્લૂ અને એલર્જી સામે લડે છે અને ફેફસાંને સાફ કરવામાં મદદ કરે છે.

4 / 5
તુલસીમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરને હાનિકારક ફ્રી રેડિકલથી રક્ષણ આપે છે. તે તમારા સ્વાસ્થ્યને સુધારે છે. ફ્રી રેડિકલની અસર ઘટાડવાથી, તમારા શરીરમાં વૃદ્ધત્વના લક્ષણો પણ ઓછા થાય છે. 
(નોંધ-આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, તેથી કોઈપણ સારવારનો અમલ કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

તુલસીમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરને હાનિકારક ફ્રી રેડિકલથી રક્ષણ આપે છે. તે તમારા સ્વાસ્થ્યને સુધારે છે. ફ્રી રેડિકલની અસર ઘટાડવાથી, તમારા શરીરમાં વૃદ્ધત્વના લક્ષણો પણ ઓછા થાય છે. (નોંધ-આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, તેથી કોઈપણ સારવારનો અમલ કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">