Travel Tips : ગુજરાતના આ સ્થળે મહિલાઓ 1 કિલો સોનું અને પારંપરિક પોશાક પહેરી ગરબે રમે છે
પોરબંદરમાં મેર સમાજના લોકો પરંપરાગત ચોયણી અને કેડિયું પહેરીને આ શૌર્ય રાસ રમે છે. મેર મહિલાઓ અને પુરુષો તથા બાળકો પારંપરિક પોશાક અને સોનાના ઘરેણાં પહેરીને મણિયારા રાસની રમઝટ બોલાવે છે અને મહિલાઓ પણ તેમનો જુસ્સો વધારવા ટ્રેડિશનલ પોશાક સાથે સોનાના દાગીના પહેરી રાસડા રમે છે.

ભારતના જુદા જુદા ભાગોમાં નવરાત્રી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવાર મોટા પાયે ઉજવવામાં આવે છે.ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર દાંડિયા અને ગરબા રમીને ઉજવવામાં આવે છે.

ગરબા મુખ્યત્વે ગુજરાત, ભારતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. જે નવરાત્રી તરીકે ફેમસ છે. નવરાત્રી ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.નવરાત્રી દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે

ગુજરાતમાં ગરબા તો જાણીતા છે જ પરંતુ દરેક જિલ્લા અને તેની જાતિ પ્રમાણે પણ અલગ અલગ ગરબા અને તેનો પહેરવેશ આકર્ષણનું કેન્દ્ર બનેલા છે તેવી જ રીતે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને પોરબંદરમાં રમાતો મણિયારો રાસ દેશ વિદેશમાં ફેમસ છે.પુરુષો ચોયણી, આગણી, ખમીશ પાઘડી જેવા કપડાં પહેરી રમે છે ઢોલ તેમજ શરણાઈનાં સૂર તાલ પર હાથમાં લાકડાના દાડિયાથી મણિયારો રાસ રમે છે

મેર મહિલાઓ અને પુરુષો તથા બાળકો પારંપરિક પોશાક અને સોનાના ઘરેણાં પહેરીને મણિયારા રાસની રમઝટ બોલાવે છે અને મહિલાઓ પણ તેમનો જુસ્સો વધારવા ટ્રેડિશનલ પોશાક સાથે સોનાના દાગીના પહેરી રાસડા રમે છે.જયારે મહિલાઓ રમવા આવે છે ત્યારે ઢારવો ,કાપડું અને શરીર પર 1 થી 3 કિલો જેટલા સોનાના દાગીના પહેરીને જ રાસડા રમે છે ( photo : Maher Community Association Leicester)

પરંપરાગત ગરબા રમવા માટે મણિયારા રાસને પ્રાથમિકતા આપવામાં આવે છે, શહેરોમાં પણ લોકો આ પ્રકારના રાસ શીખવા તત્પર રહે છે, ટુંકમાં આપણે કહીએ તો 36 પ્રકારના રાસ ,લોકનૃત્યનો એક પ્રકાર ગરબો છે.ગામડામાં લોકો રાસડા કહે છે. ગરબાના બે પ્રકાર છે. પ્રાચીન ગરબો અને અર્વાચીન ગરબો

ગરબામાં એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને તાલી સાથે મહિલાઓ ગરબે રમતી હોય છે. તો હવે લોકો દાંડિયા, ખંજળી હાથમાં લઈને પણ ગરબે રમતા જોવા મળે છે. આમ તાલ રાસ અને દાંડિયા રાસ નવરાત્રીમાં લોકો રમતા જોવા મળે છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
