Travel Tips : નવરાત્રીમાં પત્ની સાથે બનાવી લો ગરબા રમવાનો પ્લાન, આ સીટી છે ગરબાનું કેપિટલ
ગરબા એ ગુજરાતની સંસ્કૃતિ સાથે સંકળાયેલ એક પરંપરા છે. લગ્ન, બર્થ ડે પાર્ટી,રિસેપ્શન ગમે તે હોય, ગુજરાતીઓ ક્યારેય ગરબા રમવાની તક ગુમાવતા નથી. ગુજરાતમાં ગરબાનું કેન્દ્ર અમદાવાદ છે. પરંતુ આ સીટી સિવાય બીજા ઘણા શહેરો છે, જ્યાં લોકો નવરાત્રી દરમિયાન ખૂબ જ ઉત્સાહથી ગરબા રમે છે.

ગુજરાત ફરવા માટે એક સારું સ્થળ છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો લોકોને અહીં આવવા માટે મજબૂર કરે છે. આ રાજ્યનો સમૃદ્ધ ઇતિહાસ, સ્વાદિષ્ટ ભોજન, અનોખી પરંપરાઓ અને કુદરતી સૌંદર્ય માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે.

પરંતુ શું તમે ક્યારેય નવરાત્રિ દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી છે? જો નહીં, તો આ વખતે તમારે નવરાત્રિ દરમિયાન તમારા પરિવાર સાથે ગુજરાતમાં સફરનું આયોજન કરો.

નવરાત્રી દરમિયાન, તમને દરેક જગ્યાએ રંગબેરંગી સજાવટ જોવા મળશે અને ગુજરાતના રસ્તાઓ પર રંગબેરંગી પરંપરાગત વસ્ત્રો પહેરેલા લોકો જોવા મળશે. માતાના આ 9 દિવસીય ઉત્સવમાં દરેક શેરી અને ચોકમાં આખી રાત ગરબાનું આયોજન કરવામાં આવે છે.

જો તમે આ વર્ષે નવરાત્રી દરમિયાન ગુજરાતની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો, તો અમદાવાદ ઉપરાંત, અમે તમને કેટલાક અન્ય શહેરો વિશે પણ જણાવી રહ્યા છીએ જ્યાં તમે ગરબાનો આનંદ માણી શકો છો. અમદાવાદ, વડોદરા, સુરત,રાજકોટ,જામનગર અને ગાંધીનગરમાં તમે ગરબાની રમઝટ બોલાવી શકો છો.

આ શહેરની સૌથી મોટી વિશેષતા તેનો ઇતિહાસ અને સમૃદ્ધ સંસ્કૃતિ છે. વડોદરામાં નવરાત્રિ દરમિયાન ગરબા રાત્રિઓનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.વડોદરા ગરબાનું કેપિટલ છે

તમે આધ્યાત્મિક દર્શન માટે પાવાગઢ (કાલિકા માતા મંદિર) અને અંબાજી (અંબાજી મંદિર) જેવા શક્તિપીઠોની મુલાકાત લઈ શકો છે,

કચ્છ અને મઢમાં આશાપુરા માતા મંદિર અને ખોડિયાર મંદિર પણ નવરાત્રી દરમિયાન ખાસ ભીડ હોય છે, જે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓનો અનુભવ કરાવે છે (photo : gujarat tourisam)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
