કેટલાક લોકોને ઠંડીમાં બાઈક પર ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. બાઈક રાઈડર પણ હંમશા રાઈડિંગ માટે તૈયાર હોય છે. ચોમાસુ, ઉનાળો કે શિયાળો હોય બાઈક રાઈડ માટે નીકળી જાય છે.
1 / 7
શિયાળામાં બાઈક ચલાવતી વખતે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે બાઈક રાઈડરે કેટલીક સાવચેતી રાખવી જરરુ છે , ઠંડીમાં વિઝિબિલિટી પણ ઓછી થઈ જાય છે.જો કે, જો કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો શિયાળામાં પણ તમે બાઇક રાઇડિંગ કરી શકો છે.
2 / 7
શિયાળામાં બાઈક ચલાવતી વખતે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે બાઈક રાઈડરે કેટલીક સાવચેતી રાખવી જરરુ છે , ઠંડીમાં વિઝિબિલિટી પણ ઓછી થઈ જાય છે.જો કે, જો કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો શિયાળામાં પણ તમે બાઇક રાઇડિંગ કરી શકો છે.
3 / 7
શિયાળામાં વિંડ પ્રુફ જેકેટ તો પહેરવું જરુરી છે. આ સિવાય હાથ-પગ માટે પણ હેવી ગ્લવ્સ, મોજા પહેરવા જરુરી છે. માથા પર હેલમેટ અને એક ગરમ કેપ સિવાય માસ્ક જરુર પહેરવું જોઈએ,કારણ કે જ્યારે ઠંડી હવા નાક દ્વારા ઝડપથી શરીરમાં પ્રવેશે છે, ત્યારે વ્યક્તિ બીમાર થઈ શકે છે.
4 / 7
શિયાળઆમાં ઠંડા પવનથી આંખોમાં જલ્દી ડ્રાયનેસ આવવા લાગે છે. બાઈક ચલાવતી વખતે આંખોમાં જલ્દી પવન લાગે છે. ત્યારે સારી ક્વોલિટીના ચશ્મા જરુર પહેરવા જોઈએ, જે માત્ર તમને ઠંડા પવનથી જ નહિ પરંતુ અનેક રીતે રક્ષણ આપશે.
5 / 7
આ સિવાય શિયાળમાં જો તમે વહેલી સવારે બાઈકરાઈડિંગ માટે જઈ રહ્યા છો. તો કેટલીક વખત વહેલી સવારે ઝાકળ ખુબ જોવા મળતી હોય છે. રાત્રે પણ ઠંડીના કારણે ધુમ્મસ જેવી વાતાવરણ જોવા મળતું હોય છે. આ દરમિયાન બાઈક તમે એક એન્ટી ફોગ લાઈટ લગાવી શકો છો.
6 / 7
શિયાળાની ઋતુમાં બાઇક શરૂ કરવામાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમારે તમારી બાઇકની નિયમિત સર્વિસ કરાવતા રહેવું જોઈએ. આ સિવાય તમારે સમય સમય પર એન્જિન ઓઈલ પણ ચેક કરતા રહેવું જોઈએ. જેનાથી તમને સવારે ઓફિસ જવામાં પણ મુશ્કેલી નહિ આવે.
7 / 7
ટ્રાવેલના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો