ગુજરાત 2024 ની નેશનલ લોક અદાલત: રેકોર્ડબ્રેક સમાધાન, અનેક કેસોનો નિકાલ, આંકડો જોઈ ચોંકી જશો
ગુજરાત હાઇકોર્ટમાં વર્ષની અંતિમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના કેસોનું બન્ને પક્ષની મંજૂરીથી સમાધાન થયું જોવાની માહિતી સામે આવી છે. ગ્રામ્ય કોર્ટમાં 68 લાખની તકરારના કેસનું સમાધાન થયું છે. ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પણ 2 કેસમાં સમાધાન કર્યું. 2 કેસમાં 2-2 કરોડથી વધુના ચેક અપાયાં હોવાની પણ માહિતી સામે આવી છે.
ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ રાજ્યની સમગ્ર અદાલતોમાં વર્ષ 2024ની છેલ્લી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. જેના ભાગરૂપે અમદાવાદમાં હાઈકોર્ટ, મેટ્રો કોર્ટ, ગ્રામ્ય કોર્ટ સહિત સેશન્સ કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન કરાયું.
લોક અદાલકતમાં કરોડો રૂપિયાના કેસોના બન્ને પક્ષની સહમતિથી સમાધાન કરવામાં આવ્યું. ગ્રામ્ય કોર્ટમાં સૌથી વધુ 68 લાખ રૂપિયાની તકરારના કેસનું સમાધાન તો ગુજરાત હાઈકોર્ટ ખાતે લોક અદાલતમાં 270 અને રાજ્યમાં 3 લાખ જેટલા કેસ મૂકવામાં આવ્યા.
2 કેસમાં 2-2 કરોડથી વધુના ચેક આપવામાં આવ્યાં
જ્યારે સુખદ સમાધાન બાદ ઈન્શ્યોરન્સ કંપની દ્વારા 2 કેસમાં 2-2 કરોડથી વધુના ચેક આપવામાં આવ્યાં. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં યોજાયેલી લોક અદાલતમાં 2 લાખ 46 હજાર 867 કેસનો નિકાલ કરી 13 કરોડથી વધુના એવોર્ડ દોરવામાં આવ્યા હતા.
આજની લોક અદાલતમાં દસ વર્ષ કે તેથી જુનાં 1296 કેસોનો સુખદ નિકાલ થયો. જ્યારે વર્ષ 2024 માં કુલ ચાર લોક અદાલત યોજાઈ જેમાં 21,61,048 કેસોનો સુખદ નિકાલ થયો.