આજનું હવામાન : છેલ્લા પાંચ વર્ષની રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની સંભાવના, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ ઠંડીને લઈનો મોટી આગાહી કરી છે. જેના પગલે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.તેમજ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પણ વરસી તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. તો દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મકર સંક્રાંતિમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે પવનો ફૂંકાઈ શકે છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. હાલ જે ઠંડી પડી રહી છે તેમાં 16, 17 અને 18 ડિસેમ્બર એટલે કે આગામી ત્રણ દિવસ ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. ત્યાર બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે. 18 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળશે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ગગડશે. પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ સમય દરમિયાન છેલ્લા પાંચ વર્ષની રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે છે.