Ahmedabad : ગોતાની પ્રેમ ગુજરાતી શાળાના સંચાલકો નિયમોને ઘોળીને પી ગયા ! બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ, જુઓ Video
કડકડતી ઠંડી પડે તે પહેલા જ રાજ્ય સરકારે બાળકોને કોઈ ખાસ રંગનું સ્વેટર પહેરવા માટે દબાણ નહીં કરી શકાય તેવો આદેશ આપ્યો હતો. છતા પણ અમદાવાદના ગોતાની પ્રેમ ગુજરાતી શાળાના સંચાલકો અને આચર્ય દ્વારા બાળકોને લીલા રંગનું સ્વેટર ફરજિયાત પહેરવા માટે દબાણ કરવામાં આવતુ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.
શિયાળો જામે તે પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરી દેવાયું હતું કે પરંતુ હજી પણ શાળાના સંચાલકો નિયમોને ઘોળીને પી જતા હોય તે દર્શાવતી ઘટના સામે આવી છે. તંત્રના આદેશ હોવા છતા વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ કરવામાં આવ્યુ હોવાની ઘટના બની છે.
ગોતાની પ્રેમ ગુજરાતી શાળાના સંચાલકો અને આચાર્ય દ્વારા બાળકોને લીલા રંગનું સ્વેટર ફરજિયાત પહેરવા માટે દબાણ કરવામાં આવતુ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.તો વાલીઓનું કહેવુ છે કે અન્ય રંગનું સ્વેટર પહેરીને આવનારને બાળકને શાળામાંથી કાઢી મૂકાય છે.
વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ !
કડકડતી ઠંડી પડે તે પહેલા જ રાજ્ય સરકારે બાળકોને કોઈ ખાસ રંગનું સ્વેટર પહેરવા માટે દબાણ નહીં કરી શકાય તેવો આદેશ આપ્યો હતો.તો અહીં સવાલ એ છે કે પ્રેમ ગુજરાતી શાળાના સંચાલકો કેમ આવી દાદાગીરી રહ્યા છે ? જો કે સમગ્ર મામલે જ્યારે અમે શાળાના આચાર્યને સવાલ કર્યો હતા.
ગોતાની પ્રેમ ગુજરાતી શાળાનો બનાવ
આચાર્યનો દાવો છે કે તેમણે એકપણ વિદ્યાર્થીને બહાર નથી કાઢ્યાં કે સ્વેટર માટે દબાણ પણ નથી કર્યું. માત્ર એટલું કહ્યું કે જો લીલા રંગનું સ્વેટર હોય તો સારું. પણ અહીં મુદ્દો એ છે કે આચાર્યને એવું કહેવાની જરૂર પણ શું પડી ? અને શું આટલા બધાં વાલીઓ ખોટું બોલી રહ્યા છે ? જેવા અનેક સવાલો થઈ રહ્યાં છે.