15 ડિસેમ્બર, 2024

િશ્વની 10 સૌથી મોટી સિમેન્ટ કંપની

વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપની ચાઇના બિલ્ડીંગ મટિરિયલ્સ ગ્રુપ (CNBM) છે, જેની રચના 1984માં થઈ હતી. તેનું વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન 53 કરોડ મેટ્રિક ટન છે.

Conch Cement એ ચીનમાં સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક-વિક્રેતા છે, જેનું મુખ્ય મથક અનહુઇ પ્રાંતમાં છે. તેનું વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન 388 મિલિયન મેટ્રિક ટન છે.

હોલ્સિમ સ્વિસ કંપની છે. તેનું વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન 274 મિલિયન મેટ્રિક ટન છે.

હાઇડલબર્ગ સિમેન્ટ કંપની જર્મનીની છે. ભારતમાં માયસેમ અને ઝુઆરી બ્રાન્ડ હેઠળ તેનું માર્કેટિંગ કરવામાં આવે છે. તેનું વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન 18.57 કરોડ મેટ્રિક ટન છે.

ચાઇના રિસોર્સિસ હોલ્ડિંગ્સ લિમિટેડ કંપની ચીનની સરકારી કંપની છે, જેનું વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન 9.18 કરોડ મેટ્રિક ટન છે.

Cemex સિમેન્ટ કંપની કસ્ટમ રેડી-મિક્સ કોંક્રિટનું ઉત્પાદન કરે છે. તેનું વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન 8.36 કરોડ મેટ્રિક ટન છે.

અલ્ટ્રાટેક એ આદિત્ય બિરલા ગ્રૂપની માલિકીની ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની છે. જેનું વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન 7.89 કરોડ મેટ્રિક ટન છે. તે 7 માં નંબર પર છે.

બ્રાઝિલમાં સૌથી મોટી સિમેન્ટ કંપની વોટોરેન્ટિમ સિમેન્ટોસ છે અને વિશ્વની આઠમી સૌથી મોટી કંપની છે. તેનું વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન 7 કરોડ મેટ્રિક ટન છે.

તાઇવાન સિમેન્ટનું વાર્ષિક ઉત્પાદન 65.9 મિલિયન મેટ્રિક ટન છે.

સૌથી છેલ્લે સિનોમા સિમેન્ટ છે જેનું વાર્ષિક ઉત્પાદન 5.83 કરોડ મેટ્રિક ટન છે. નોંધ-અહીં આપેલ સિમેન્ટ કંપનીઓનું રેન્કિંગ સ્ટેટિસ્ટા અનુસાર છે. જે તેમના સિમેન્ટ ઉત્પાદન પ્રમાણે છે.