Travel Tips : જો તમે નવરાત્રીના ઉપવાસ દરમિયાન મુસાફરી કરી રહ્યા છો, તો આ 5 બાબતોનું ધ્યાન રાખો
દેશના અલગ અલગ ભાગોમાં નવરાત્રીનો તહેવાર અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ નવરાત્રીમાં બહાર જવાનો પ્લાન કરી રહ્યા છો, તો જો તમે નવરાત્રીના વ્રત કરી રહ્યા છો. તો આ ટિપ્સની જરુર મદદ લો.

જો તમારે ઉપવાસ દરમિયાન મુસાફરી કરવી પડે, તો સૌથી મોટી સમસ્યા એ છે કે તમે બહાર કંઈ ખાઈ શકતા નથી અને ખાલી પેટ મુસાફરી કરવાથી થોડો થાક લાગી શકે છે. ઉપવાસ દરમિયાન મુસાફરી કરતી વખતે એનર્જી જાળવી રાખવા માટે, તમે કેટલીક વસ્તુઓ તમારી સાથે પેક કરી શકો છો. આ ઝડપથી બગડશે નહીં અને તમારી એનર્જીમાં પણ વધારો કરશે.

જો તમે નવરાત્રી દરમિયાન ટ્રાવેલિંગ કરી રહ્યા છો. તો વ્રત દરમિયાન શરીરનું ધ્યાન રાખવું પણ ખુબ જરુરી છે. વ્રતમાં બહાર રહેવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે. તો જો તમે પણ પરિવાર સાથે નવરાત્રીમાં ટ્રાવેલિંગ કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો આ ટિપ્સની જરુર મદદ લો.

એનર્જી બનાવી રાખવા માટે તમારા બેગમાં નટ્સ રાખો. બદામ,કાજુ , પિસ્તા જેવા નટ્સ તમારા બેગમાં રાખો. જેનાથી તમને પ્રોટીન સારી માત્રામાં મળશે. તેમજ થાક અને નબળાઈ લાગશે નહી.

વ્રતમાં ટ્રાવેલ કરી રહ્યા છો. તો તમારી સાથે ફ્રુટ્સ,કીવી અને નાસપતી જેવા ફળ બેગમાં રાખો. ફ્રુટ્સ તમારી એનર્જીને બુસ્ટ કરશે અને આ ફ્રુટ જલ્દી ખરાબ પણ નહી થાય. ફ્રુટ્સ હેલ્ધ માટે પણ ખુબ સારા માનવામાં આવે છે.

પાણી શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને પીવાથી શરીર ઉર્જાથી ભરેલું રહે છે. જો તમે ઉપવાસ દરમિયાન મુસાફરી કરી રહ્યા છો, તો તમારા શરીરને વધુ પાણીની જરૂર છે. કારણ કે મુસાફરી તમારી ઉર્જાનો વધુ ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, શરીરને હાઇડ્રેટ રાખવું જરૂરી બની જાય છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવો. તમે લીંબુ પાણી બનાવીને પણ લઈ જઈ શકો છો.

મખાના શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. મખાનામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે શરીરને મજબૂત બનાવે છે. મખાના ખાવાથી પેટ ભરેલું રહે છે. મુસાફરી દરમિયાન તમે સરળતાથી મખાના લઈ જઈ શકો છો. મખાના ખાવાથી તમારા શરીરને એનર્જી પણ મળશે.

મગફળી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉપવાસ દરમિયાન તેને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. મુસાફરી દરમિયાન મગફળીને બેગમાં રાખવી પણ સરળ છે. તેને ખાવાથી શરીરને શક્તિ પણ મળે છે. મગફળીમાં ફાઇબર હોય છે, જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. (photo : canva)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
