Travel Tips: હોટલનો રૂમ બુક કરાવતી વખતે તમે નથી કરી રહ્યા ને આવી ભૂલો
પ્રવાસીઓ આ દિવસોમાં ઘણા સ્માર્ટ બની ગયા છે. મોટાભાગના લોકો અગાઉથી બુકિંગ કરે છે, પરંતુ તેઓ રૂમ પસંદ કરતી વખતે ઘણી નાની ભૂલો કરે છે. લોકો ઓનલાઈન રૂમ બુક કરાવે છે અને હોટેલમાં પહોંચ્યા પછી ખબર પડે છે કે તેમની રહેવાની જગ્યા પેન્ટ્રીની નજીક છે. દરેક સમયે વાસણો કે અન્ય વસ્તુઓનો અવાજ ચીડિયાપણાનું કારણ બની શકે છે.

પ્રવાસીઓ આ દિવસોમાં ઘણા સ્માર્ટ બની ગયા છે. મોટાભાગના લોકો અગાઉથી બુકિંગ કરે છે, પરંતુ તેઓ રૂમ પસંદ કરતી વખતે ઘણી નાની ભૂલો કરે છે. જાણો તેના વિશે.

પેન્ટ્રીની નજીક રૂમ: ઘણી વખત લોકો ઓનલાઈન રૂમ બુક કરાવે છે અને હોટેલમાં પહોંચ્યા પછી તેમને ખબર પડે છે કે તેમની રહેવાની જગ્યા પેન્ટ્રીની નજીક છે. દરેક સમયે વાસણો કે અન્ય વસ્તુઓનો અવાજ ચીડિયાપણાનું કારણ બની શકે છે.

લિફ્ટની નજીક રૂમ: ઘણી વખત લોકો અજાણતામાં લિફ્ટની નજીક રૂમ બુક કરાવે છે. અહીં લોકોની સતત અવર-જવર રહે છે. તેનાથી તમે શાંતિથી રહી શકતા નથી. તેથી ભૂલથી પણ આ ભૂલ ન કરો.

સસ્તામાં સુવિધા નહીં: ઘણી વખત લોકો સસ્તા રૂમના ચક્કરમાં આવીને એવી હોટલ પસંદ કરે છે જે તેમના માટે મુશ્કેલીનું કારણ બને છે. સસ્તા રૂમથી પૈસાની બચત થશે, પરંતુ સુવિધાના નામે તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે.

જો તમે ગૃપમાં મુસાફરી કરી રહ્યા હોય તો તમારે લોકેશન પર જઈને રૂમ બુક કરવો જોઈએ. એડવાન્સ બુકિંગ કર્યા પછી જો સુવિધા ઉપલબ્ધ ન હોય તો મૂડ બગડી શકે છે. લોકેશન પરની હોટેલમાંથી સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ રૂમ બુક કરાવવું સારૂ રહે છે.