કાર ખરીદતા પહેલા આ સેફ્ટી ફીચર્સનું રાખો ધ્યાન, ભવિષ્યમાં નહીં થાય મોટું નુકશાન
મોટાભાગના લોકો કાર ખરીદતી વખતે તેના મોડલ, કલર અને ડિઝાઈનને જોતા હોય છે. પણ આ બધાની સાથે સેફ્ટી ફીચર્સનું પણ ધ્યાન રાખવું જરુરી છે. ચાલો જાણીએ કે ભવિષ્યની દુર્ઘટનાઓથી બચવા માટે નવી કારમાં ક્યા જરુરી સેફ્ટી ફીચર્સ હોવા જરુરી છે.


મોટી દુર્ઘટના સમયે કાર ચાલકનો જીવ બચાવવા માટે એયરબેગ ફીચર્સ ખુબ મહત્વનું છે. એયરબેગ એ કારનું સૌથી જરુરી ફીચર છે. દુર્ઘટનાથી બચવા કારમાં ઓછામાં ઓછા 6 એરબેગ હોવા જરુરી છે.

ABS એટલે કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. અકસ્માતને રોકવા માટે કારની બ્રેકિંગ સિસ્ટમ બેસ્ટ હોવી જોઈએ. એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ કારના પૈંડાને લોક કરી દે છે. જેનાથી કારનું બેલેન્સ પણ કંટ્રોલમાં રહી શકે.

ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC): આ ફીચર કારના સ્ટીયરિંગ વ્હીલ એંગલ તેમજ તેના વિવિધ વ્હીલ રોટેશન પર નજર રાખે છે. જ્યારે તમે વાહન ચલાવતા હોવ અને અચાનક વળાંક લો અથવા અચાનક બ્રેક લગાવવી પડે. ત્યારે તમે આ ફીચરનો પણ ઉપયોગ કરી શકો છો.

TPMS એટલે કે ટાયર પ્રેસર મોનિંટરિંગ સિસ્ટમ. આ ફીચર કારના ટાયરમાં હવાના પ્રેસરની સ્થિરતા અને કારના સારા સંચાલન માટે મહત્વપૂર્ણ છે.

કાર ચલાવતા સમયે રસ્તા પર ઘણા એવા ભાગ હોય છે જે કેટલાક કારણોસર દેખાતા નથી. આ બ્લાઈન્ડ સ્પોટ અકસ્માતનું કારણ બની શકે છે. રસ્તા પર આ બ્લાઈન્ડ સ્પોટ ડિટેક્ટ કરવા માટે કારમાં સેન્સર લગાવ્યા હોય છે. જે ખતરો જોઈને ડ્રાઈવરને એલર્ટ મોકલે છે. તેનાથી કારની સુરક્ષા વધારવામાં મદદ મળે છે.

કારમાં 360 ડિગ્રી કેમેરા સેટઅપ ફીચરની મદદથી કા ચાલક ટ્રાફિકની સ્થિતિ વધારે સારી રીતે જાણી શકે છે. 360 ડિગ્રી કેમેરા સેટઅપમાં ઓછામાં ઓછા 4 કેમેરા હોય છે.

હિલ આસિસ્ટ કંટ્રોલ: આ સિસ્ટમ મુશ્કેલ અને દુર્ગમ પર્વતીય પ્રદેશમાં ડ્રાઇવિંગને સરળ બનાવે છે અને તે સલામત ડ્રાઇવિંગ સ્થિતિ બનાવે છે. આ ખાસ કરીને નવા ડ્રાઇવરો માટે ખૂબ જ ઉપયોગી છે.

ISOFIX માઉન્ટઃ આ એક એવી સિસ્ટમ છે જેના દ્વારા કારમાં નાના બાળકો માટે અલગ સીટ લગાવવામાં આવે છે. જો કે હાલની પ્રીમિયમ કારમાં આ સુવિધા આપવામાં આવી રહી છે.
Latest News Updates






































































