ટાટા ટેકના લિસ્ટિંગ સાથે માલામાલ થયેલા રોકાણકારોએ પ્રોફિટ બુકીંગ શરૂ કર્યું, પહેલી 45 મિનિટમાં શેર 7.50% તૂટ્યો
રેકોર્ડબ્રેક અરજી મેળવનાર ટાટા ટેક્નોલોજીસના આઇપીઓનું મજબૂત લિસ્ટિંગ થતા રોકાણકારો ગેલમાં આવી ગયા હતા. સારા લાભ મેળવ્યા બાદ બીજા દિવસે રોકાણકારોએ શરૂઆતી કારોબારમાં પ્રોફિટ બુકીંગ કરતા શેર સવારે 10 વાગ્યા આસપાસ 7.5 ટકા સુધી તૂટ્યો હતો આજે શેર 1339 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો જે NSE પર 1,348.00 ના સર્વોચ્ચ સ્તરનેસ્પર્શ્યા બાદ સતત વેચાણ સામે ઝઝૂમતો જોવા મળ્યો હતો

રેકોર્ડબ્રેક અરજી મેળવનાર ટાટા ટેક્નોલોજીસના આઇપીઓનું મજબૂત લિસ્ટિંગ થતા રોકાણકારો ગેલમાં આવી ગયા હતા. સારા લાભ મેળવ્યા બાદ બીજા દિવસે રોકાણકારોએ શરૂઆતી કારોબારમાં પ્રોફિટ બુકીંગ કરતા શેર સવારે 10 વાગ્યા આસપાસ 7.5 ટકા સુધી તૂટ્યો હતો

આજે શેર 1339 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો જે NSE પર 1,348.00 ના સર્વોચ્ચ સ્તરનેસ્પર્શ્યા બાદ સતત વેચાણ સામે ઝઝૂમતો જોવા મળ્યો હતો શેર 1211 રૂપિયા સુધી નીચલા સ્તરે ગગડી ગયો હતો

શેરમાં ઘટાડાનો દોર પ્રારંભિક કારોબાર સાથે જ જોવા મળ્યો હતો સવારે 9 .૨૨ વાગે ૪૨.૩૫ રૂપિયાના ઘટા સાથે શેર 3.22 ટકા નુકસાનનો સામનો કરી 1271.90 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો .તસ્વીરમાં ડાબી તરફ માંગ અને જમણી તરફ દર્શાવાયેલા વેચાણકર્તાઓના આંકડા સ્પષ્ટ જણાવતા હતા કે શેર વધુ તૂટી રહ્યો છે.

સવારે 9.30 વાગે પરિસ્થિતિ વધુ બગડી હતી. આ સમયે શેર 4.23 ટકા તૂટ્યો હતો. લિસ્ટિંગ સાથે સારો નફો મેળવનાર ઘણા રોકાણકારોએ નફાવસૂલી શરૂ કરી હતી

આઇપીઓમાં રોકાણ બાદ તગડો નફો મેળવનાર રોકાણકાર હવે પ્રોફિટ બુકીંગ કરી રહ્યા છે.આજે સપ્તાહના છેલ્લાં દિવસે શેરમાં ભારે વેચાણ કર્યું હતું.

સવારે 9.47 વાગે શેર સાડાપાંચ ટકા આસપાસ નુકસાન સાથે 1243 રૂપિયા સુધી તૂટ્યો હતો. શેરમાં મજબૂત કમાણી બાદ નફાવસૂલી સતત વધતી રહી હતી

સવારે ૧૦ વાગ્યાબાદ થોડી રિકવરી આવી હતી 7.૫૦ ટકા સુધી નુકસાન સાથે કારોબાર કરતો શેર સાડા પાંચ ટકાના ઘટાડા સુધી થોડો રિકવર થયો હતો. સવારે 10.15 વાગે શેર 1,237.55 રૂપિયા પર 75.45 રૂપિયા અથવા 5.75% ઘટાડો બતાવી રહ્યો હતો