Stock Market: ₹24 નું મજબૂત ડિવિડન્ડ! રોકાણકારોને તો જલસા, તમારી પાસે આ શેર છે કે નહીં?
સ્ટોક માર્કેટમાં આજે એટલે કે 23 ઓકટોબરના રોજ નિફ્ટી 50 અને સેન્સેક્સમાં હરિયાળી જોવા મળી. બીજીબાજુ, કેટલાંક શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા. જો કે, આ બધા વચ્ચે એક કંપની રોકાણકારોને તગડું ડિવિડન્ડ આપવા જઈ રહી છે.

ફાઇલિંગ મુજબ કંપનીની કમાણી ₹1,519 કરોડ હતી, જે અંદાજ કરતાં ઓછી છે. મળતી માહિતી મુજબ, કંપનીની કમાણી ₹1,538 કરોડ હોવાનો અંદાજ હતો.

કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ માટે તેના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે, તેના નફામાં ઘટાડો થયો છે. જો કે, કંપનીનો નફો અંદાજ મુજબ રહ્યો છે. વધુમાં ફાઇલિંગ મુજબ કંપનીની કમાણી ₹1,519 કરોડ હતી, જે અંદાજ કરતાં ઓછી છે. કંપનીની કમાણી ₹1,538 કરોડ હોવાનો અંદાજ હતો.

કંપનીએ બીજા ક્વાર્ટરમાં ડિવિડન્ડને લઈને ખાસ માહિતી બહાર પાડી છે. કંપનીએ પ્રતિ શેર ₹24 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ આ ડિવિડન્ડ માટે '3 નવેમ્બર' રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે. કંપનીએ વચન આપ્યું છે કે, આ ડિવિડન્ડ 19 નવેમ્બર, 2025 સુધીમાં રોકાણકારોના ખાતામાં ચૂકવવામાં આવશે.

કોલગેટ-પામોલિવ (ઇન્ડિયા) લિમિટેડે તાજેતરના વર્ષોમાં તેના રોકાણકારોને સતત ડિવિડન્ડ ચૂકવવાની પરંપરા ચાલુ રાખી છે. કંપનીએ માર્ચ 2021 અને મે 2025 વચ્ચે દર નાણાકીય વર્ષમાં એક કે બે વાર વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

આ સમયગાળા દરમિયાન ડિવિડન્ડની રકમ ₹18 થી ₹27 પ્રતિ શેર સુધીની રહી છે, જ્યારે મે 2024 માં કંપનીએ ₹10 પ્રતિ શેરનું ખાસ ડિવિડન્ડ પણ વહેંચવામાં આવ્યું. મે 2025 માં પ્રતિ શેર ₹27 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે, જે કંપનીની મજબૂત નાણાકીય સ્થિતિ અને શેરધારકોને આપવામાં આવતા નફાનો પુરાવો છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે.વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
