કાનુની સવાલ : કાયદા મુજબ પોલીસ ક્યારે તમારો ફોન જપ્ત કરી શકે ? તમારા અધિકારો જાણો
અધિકારોની ભૂમિ પર ભય ચાલતો નથી,કાયદાના માર્ગે લેવાયેલા પગલાં હંમેશા સત્ય બોલે છે. પોલીસ ઘણીવાર કામગીરી દરમિયાન મોબાઇલ ફોન જપ્ત કરે છે અથવા પૂછપરછના નામે પાસવર્ડ માંગે છે. આનાથી સામાન્ય નાગરિકો પોલીસના અધિકારક્ષેત્ર અને પોતાના અધિકારો વિશે મૂંઝવણમાં મુકાય છે.

ડિજિટલ યુગમાં, મોબાઇલ ફોન ફક્ત ગેજેટ્સ નથી પરંતુ તેમની વ્યક્તિગત દુનિયાનો પ્રવેશદ્વાર છે, જેમાં ચેટ, ફોટા, લોકેશન, બેંકિંગ, ઓળખ બધું જ સામેલ છે. તેથી, કાયદો ડિજિટલ ગોપનીયતાના રક્ષણને ગંભીરતાથી લે છે.

ભારતના નવા ભારતીય ન્યાય સંહિત (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA)માં આ વિષય પર ઘણા સ્પષ્ટ વિભાગો છે, જે નાગરિકો અને પોલીસ બંનેની સીમાઓ નક્કી કરે છે.

શું પોલિસ તમારો ફોન છીનવી શકે. તો આ વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ તો તેની કેટલીક શરતો છે. જૂની CrPC કલમને રિપ્લેસ કરનારી BNSS અનુસાર પોલીસ કોઈપણ વસ્તુ જપ્ત કરી શકે છે જે તેમને તપાસ માટે સંબંધિત લાગે છે. જો પોલીસને શંકા હોય કે મોબાઇલ ફોનમાં ગુનાહિત ડેટા છે અથવા તે ગુનાહિત સામગ્રી છે, તો તેઓ સીઝર મેમો બનાવીને તેને જપ્ત કરી શકે છે.

તમારો ફોન ક્યા કાનુન હેઠળ ઝપ્ત થઈ શકે, તો BNSSની કલમ 94/95 પોલીસ કોઈ પણ ડોક્યુમેન્ટ,રેકોર્ડ કે પછી ડેટાની તપાસ માટે માંગ કરી શકે છે.

BNSSની કલમ 102 સીઝર પોલીસ અપરાધ સાથે જોડાયેલી કોઈ પણ સંદિગ્ધ વસ્તુઓને ઝપ્ત કરી શકે છે પરંતુ મોબાઈલ ફોન છીનવી લેવો અને તેને જપ્ત કરવો એ બે અલગ અલગ બાબતો છે. "છીનવી લેવું" એ ગેરકાયદેસર બળજબરી ગણી શકાય. શું પોલીસ મોબાઈલનો પાસવર્ડ માંગી શકે. કાયદો કહે છે કે ના, તમારે તમારો પાસવર્ડ જાહેર કરવો જરૂરી નથી.

શું પોલીસ તમારા મોબાઇલ ફોનને તપાસી શકે છે?ના. લેખિત આદેશ, નક્કર શંકા અથવા તપાસ માટે વાજબી આધાર વિના તમારા મોબાઇલ ફોનને સ્કેન કરવા, ફોટા જુઓ અથવા ચેટ્સ વાંચવી એ અયોગ્ય અને ગેરકાયદેસર માનવામાં આવે છે.

BNSS તપાસ દરમિયાન ડેટાની નકલો મેળવવાની પણ જોગવાઈ કરે છે, પરંતુ "પરવાનગી વિના વ્યક્તિગત ડેટા શોધવા" ને અધિકાર આપવામાં આવતો નથી. ગોપનીયતા એ તમારો મૂળભૂત અધિકાર છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. અહી ક્લિક કરો
