દુનિયાની આ Dog બ્રીડ અત્યંત શક્તિશાળી અને ખતરનાક પરંતુ એકદમ વફાદાર

13 ડિસેમ્બર, 2025

પિટ બુલ :  મજબૂત અને માંસલ શરીર ધરાવતો પિટ બુલ લડાઈ તથા શિકાર બંનેમાં નિષ્ણાત હોય છે અને તેની માટે યોગ્ય તાલીમ તથા સોસિયલાઈઝેશન ખૂબ જરૂરી છે.

રોટવીલર :  મોટી બાંધણી અને ભારે વજન ધરાવતો રોટવીલર શક્તિ તથા સાહસનું પ્રતીક છે અને પરિવારની સુરક્ષા માટે કડક તાલીમ જરૂરી છે.

જર્મન શેફર્ડ  :  બુદ્ધિશાળી, ઝડપી અને વફાદાર જર્મન શેફર્ડ પોલીસ તથા સુરક્ષા કામમાં ઉપયોગી છે અને યોગ્ય તાલીમ સાથે પરિવાર માટે ઉત્તમ સાથી બને છે.

ડોબરમેન   મજબૂત અને ઝડપથી ક્રિયા કરનાર ડોબરમેન રક્ષણ માટે ઉત્તમ છે અને બાળપણથી તાલીમ આપો તો અત્યંત વફાદાર બને છે.

અમેરિકન બુલડોગ  શક્તિશાળી અને દબદબાવાળો અમેરિકન બુલડોગ યોગ્ય તાલીમ, વ્યાયામ અને સંભાળ સાથે પ્રેમાળ તથા વિશ્વાસપાત્ર સાથી બની શકે છે.

ગ્રેટ ડેન  તરીકે ઓળખાતા ગ્રેટ ડેન મોટા કદ અને 90 કિલો સુધીના વજન સાથે યોગ્ય તાલીમ ન મળે તો આક્રમક બની શકે છે.

બોક્સર: મજબૂત જડબાં અને શક્તિશાળી શરીર ધરાવતા બોક્સર ને ઝડપી પ્રતિક્રિયા માટે ઓળખવામાં આવે છે અને યોગ્ય વ્યાયામ સાથે તે રમૂજી અને વફાદાર બની રહે છે.

સાઇબેરીયન હસ્કી ઊર્જાશીલ અને વરુ જેવા દેખાતા હસ્કી ને સતત વ્યાયામ તથા તાલીમની જરૂર પડે છે અને સમજદારીથી ઉછેરો તો તે ખૂબ પ્રેમાળ બની જાય છે.

બુલમાસ્ટિફ  નિર્ભય અને મજબૂત બુલમાસ્ટિફ બાળપણથી તાલીમ આપવામાં આવે તો પરિવરની સુરક્ષા માટે સૌથી વિશ્વસનીય અને ઉત્તમ ગાર્ડ ડોગ બની શકે છે.