દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ, વન વિભાગે કરી પુષ્ટિ
છોટા ઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘ જોવા મળ્યાની વાતને વન વિભાગે પુષ્ટિ આપી છે. ગુજરાતના વન વિભાગે છોટા ઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘ જોવા મળ્યાની વાતને સમર્થન આપ્યું છે. દાહોદ-છોટા ઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં વાઘે ધામા નાખ્યા હોવાનું જણાઈ આવે છે. રતનમહાલ જંગલ વિસ્તારમાં દેખાયેલો વાઘ હવે છોટા ઉદેપુરના જંગલ વિસ્તાર સુધી પહોંચી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાતના વન્ય ક્ષેત્રે એક એવી ઘટના બની છે જે જવલ્યે જ જોવા મળે છે. વાત એ છે કે, બિલાડી કુળના પ્રાણી સિંહ, વાઘ અને દિપડા ગુજરાતના વન્ય ક્ષેત્રમાં જોવા મળે છે. સામાન્ય રીતે જ્યાં સિંહ હોય ત્યાં વાઘ નથી જોવા મળતા અને જ્યાં વાઘ હોય ત્યાં સિંહ જોવા નથી મળતા. વન ક્ષેત્રની આ માન્યતાને ગુજરાતે ખોટી ઠેરવી દીધી છે. ગુજરાતના વન્ય ક્ષેત્રમાં હવે એશિયાઈ સિંહની સાથેસાથે વાઘ અને દિપડા પણ જોવા મળ્યાં છે, અને જીવી પણ રહ્યાં છે.
છોટા ઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘ જોવા મળ્યાની વાતને વન વિભાગે પુષ્ટિ આપી છે. ગુજરાતના વન વિભાગે છોટા ઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘ જોવા મળ્યાની વાતને સમર્થન આપ્યું છે. દાહોદ-છોટા ઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં વાઘે ધામા નાખ્યા હોવાનું જણાઈ આવે છે. રતનમહાલ જંગલ વિસ્તારમાં દેખાયેલો વાઘ હવે છોટા ઉદેપુરના જંગલ વિસ્તાર સુધી પહોંચી ગયો હોય તેમ લાગી રહ્યું છે. વાઘના પગલાના નિશાનના આધારે વન વિભાગે દાવો કર્યો છે કે વાઘ છે. વાઘના ચિન્હો જણાતા જ જંગલ વિસ્તારમાં વન વિભાગની ટીમો દ્વારા તહેનાતી વધારી દેવામાં આવી છે.
છોટા ઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘની હવે સત્તાવાર એન્ટ્રી થઈ છે. વન વિભાગે વાઘની એન્ટ્રીની વાતને સમર્થન આપ્યું હતું. દાહોદ-છોટા ઉદેપુર જિલ્લાની બોર્ડર વિસ્તારમાં વાઘે ધામા નાખ્યા છે તેવી પુષ્ટિ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રતનમહાલ જંગલ વિસ્તારમાં દેખાયેલો વાઘ છોટા ઉદેપુર સુધી પહોંચ્યો હોવાનું કહેવાય છે.
