Stock Market: અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ! એક શેર પર મળશે ₹50 અને એમાંય કંપનીએ આપ્યું છે ‘655%’ નું મજબૂત રિટર્ન
શેરમાર્કેટમાં ચાલી રહેલ ભારે ઉથલપાથલ વચ્ચે રોકાણકારો માટે સારા સમાચાર બહાર આવ્યા છે. વાત એમ છે કે, નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની તેના શેરધારકોને અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે.

કંપનીની 78મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) સોમવારના રોજ એટલે કે 29 સપ્ટેમ્બર, 2025 ના દિવસે યોજાશે. AGM પછી 3 થી 4 અઠવાડિયામાં રોકાણકારોના ખાતામાં આ ડિવિડન્ડ જમા થઈ જશે.

કંપનીએ જણાવ્યું છે કે, ડિવિડન્ડ મેળવવાની રેકોર્ડ તારીખ 22 સપ્ટેમ્બર, 2025 છે. આ તારીખ સુધીમાં કંપનીના શેર ધરાવતા 'રોકાણકારો' જ ડિવિડન્ડ મેળવવા માટેના હકદાર રહેશે. કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રતિ શેર ₹50 એટલે કે 500% નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

આ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની BSE સ્મોલકેપ ઇન્ડેક્સનો ભાગ છે અને તેનું માર્કેટ કેપ અંદાજિત ₹10,277 કરોડ છે. 19 સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે (1:45 વાગતાની આસપાસ) કંપનીનો શેર ₹9,098 પર જોવા મળી રહ્યો છે.

આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં આશરે 7% નો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ છેલ્લા 2 વર્ષમાં રોકાણકારોને 72% નું રિટર્ન આપ્યું છે. આ શેરે 3 વર્ષમાં 192% અને 5 વર્ષમાં 655% રિટર્ન આપ્યું છે.

વર્ષ 2023 માં ₹25 ડિવિડન્ડ, વર્ષ 2022 માં ₹15 અને વર્ષ 2021 માં ₹7.50 પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું હતું. આ વખતે જાહેર કરાયેલ 'ડિવિડન્ડ' અત્યાર સુધીનું (₹50) સૌથી મોટું ડિવિડન્ડ છે અને રોકાણકારો માટે આ એક ભેટ છે તેવું કહી શકાય.

આમ જોવા જઈએ તો, કંપનીએ સતત તેના રોકાણકારોને નોંધપાત્ર રિટર્ન આપ્યું છે. વર્ષ 2024 માં પણ 'Bengal & Assam Company' એ પ્રતિ શેર ₹40 નું ડિવિડન્ડ આપ્યું હતું.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
