Stock Market : રોકાણકારો માટે ‘ઓક્ટોબર’ મહિનો અવસર સમાન ! આ 4 કંપની આપશે મજબૂત ડિવિડન્ડ, તમારી પાસે કયા શેર્સ છે ?
આ 4 કંપની ટૂંક સમયમાં જ તેમના નાણાકીય વર્ષ 2026 ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. એમાંય હવે આ કંપનીઓ ઓક્ટોબર 2025 માં તેમના પરિણામો જાહેર કરતી વખતે ડિવિડન્ડને લગતા સારા સમાચાર આપશે.

'ઓક્ટોબર' મહિનો રોકાણકારો માટે મહત્વપૂર્ણ રહેવાનો છે. ઘણી કંપનીઓ આ મહિને તેમના નાણાકીય પરિણામો જાહેર કરશે. આ પરિણામોના આધારે રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં જરૂરી ફેરફાર કરશે.

વધુમાં જોઈએ તો, સ્ટોક માર્કેટમાં 4 કંપની એવી છે કે જેણે અત્યાર સુધીમાં રોકાણકારોને આકર્ષક ડિવિડન્ડ ચૂકવ્યું છે. હવે ઓક્ટોબર મહિનામાં પણ આ 4 કંપની ડિવિડન્ડને લઈને જાહેરાત કરી શકે છે.

એક્સેલ્યા સોલ્યુશન્સે નાણાકીય વર્ષ 2025 માટે પ્રતિ શેર ₹40 નું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. રેકોર્ડ તારીખ 24 ઓક્ટોબર, 2025 છે. આ ડિવિડન્ડ સાથે જ કુલ વાર્ષિક ડિવિડન્ડ પ્રતિ શેર ₹90 થઈ જશે. કંપનીએ અગાઉ આ વર્ષે ₹50 નું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. મીડિયા રિપોર્ટસ અનુસાર, એક્સેલ્યા સોલ્યુશન્સે છેલ્લા 5 વર્ષમાં 'સરેરાશ ડિવિડન્ડ રેશિયો' 100.5% જાળવી રાખ્યો છે અને વર્ષ 2002 થી 32 વખત ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપની એરલાઇન ઉદ્યોગ માટે સોફ્ટવેર સોલ્યુશન્સ પ્રદાન કરે છે અને તેના 200 થી વધુ એરલાઇન ગ્રાહકો છે.

ગ્લેનમાર્ક ફાર્માએ તેના બોર્ડની ભલામણ ઉપર 250% અથવા પ્રતિ શેર ₹2.5 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. રેકોર્ડ તારીખ 3 ઓક્ટોબર, 2025 છે. આ કંપનીનું પહેલું વચગાળાનું ડિવિડન્ડ છે, જેણે છેલ્લા 5 વર્ષથી સતત ફાઇનલ ડિવિડન્ડ ચૂકવ્યું છે. કંપનીએ વર્ષ 2001 થી 26 વખત ડિવિડન્ડ જાહેર કર્યું છે. ગ્લેનમાર્ક નવી દવાઓ અને બાયોલોજિકલ એન્ટિટીના રિસર્ચમાં સક્રિય છે તેમજ 80 થી વધુ દેશોમાં તેના API પ્રોડક્ટસનું વેચાણ કરે છે.

રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સે (RCF) નાણાકીય વર્ષ 2025 માટે 13.2% અથવા પ્રતિ શેર ₹1.32 નું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. આની રેકોર્ડ ડેટ 10 ઓક્ટોબર, 2025 છે. કંપનીએ વર્ષ 2004 થી અંદાજિત 25 વખત ડિવિડન્ડ આપ્યું છે. RCF એક અગ્રણી ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ ઉત્પાદક કંપની છે, જેના લગભગ 75% શેર ભારત સરકાર પાસે છે. આ કંપનીને ઓગસ્ટ 2023 માં નવરત્નનો દરજ્જો મળેલો છે.

TCS નું બોર્ડ 9 ઓક્ટોબરે બેઠક કરશે અને વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરશે. રેકોર્ડ ડેટ 15 ઓક્ટોબર, 2025 છે. કંપનીએ જુલાઈ 2025 માં ₹11 નું વચગાળાનું ડિવિડન્ડ, જાન્યુઆરી 2025 માં ₹10 નું વચગાળાનું ડિવિડન્ડ અને ₹66 નું સ્પેશિયલ ડિવિડન્ડ ચૂકવ્યું હતું. ટાટા કન્સલ્ટન્સી સર્વિસે વર્ષ 2004 થી અત્યાર સુધીમાં 89 વખત ડિવિડન્ડ જાહેર કરીને તેના શેરધારકોને ડિવિડન્ડ ચૂકવ્યું છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
