AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોટી તેજી તરફ આગળ વધી રહ્યા છે આ ‘5 શેર’, ‘ગોલ્ડન ક્રોસઓવર’ બનતા જ બજારમાં ‘ભારે ઉત્સાહ’

ભારતીય શેરબજારમાં 'ગોલ્ડન ક્રોસઓવર'ને તેજીનો મજબૂત ટેકનિકલ સંકેત માનવામાં આવે છે, જે શેરમાં લાંબાગાળાની ખરીદી દર્શાવે છે. તાજેતરમાં જ નિફ્ટી 500 ઇન્ડેક્સની પાંચ અગ્રણી કંપનીમાં આ પેટર્ન જોવા મળી છે.

| Updated on: Jun 14, 2026 | 7:59 PM
Share
ભારતીય શેરબજારમાં રોકાણકારો અવારનવાર એવા ટેકનિકલ સંકેતોની શોધમાં હોય છે, જે કોઈ શેરમાં સંભવિત તેજીનો સંકેત આપી શકે. આવો જ એક મહત્વપૂર્ણ સંકેત "ગોલ્ડન ક્રોસઓવર" (Golden Crossover) છે, જેને ટેકનિકલ વિશ્લેષણમાં મજબૂત બુલિશ સંકેત માનવામાં આવે છે. તાજેતરમાં જ નિફ્ટી 500 ઇન્ડેક્સના પાંચ શેરમાં આ પેટર્ન જોવા મળી છે, જેના પછી બજારના નિષ્ણાતોની નજર આ કંપનીઓ પર ટકેલી છે.

1 / 7
ટેકનિકલ વિશ્લેષણમાં ગોલ્ડન ક્રોસઓવર ત્યારે બને છે, જ્યારે કોઈ શેરની 50-દિવસની મુવિંગ એવરેજ (Moving Average) તેની 200-દિવસની મુવિંગ એવરેજને નીચેથી ઉપરની તરફ પાર કરે છે. તેને સામાન્ય રીતે તેજીનો સંકેત માનવામાં આવે છે. આ પરથી ખબર પડે છે કે, શેરમાં લોન્ગ ટર્મ ખરીદીનું વલણ મજબૂત થઈ રહ્યું છે. ઘણા રોકાણકારો અને ટ્રેડર્સ આ સંકેતને સંભવિત તેજીની શરૂઆત તરીકે જુએ છે.

2 / 7
ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ટ્રાવણકોર લિમિટેડ (FACT Ltd) દેશની અગ્રણી સરકારી ખાતર અને કેમિકલ કંપની છે. કંપની કૃષિ ક્ષેત્ર માટે ખાતરોની સપ્લાય સાથે-સાથે એન્જિનિયરિંગ સર્વિસીસ પણ પૂરી પાડે છે. ટ્રેડ બ્રેઇન્સ (Trade Brains) ના અહેવાલ મુજબ, આ શેરમાં 10 જૂનના રોજ 870.36 રૂપિયાના સ્તરે ગોલ્ડન ક્રોસઓવર બન્યું હતું. આ પછી શેર 893 રૂપિયાની આસપાસ બંધ થયો હતો. જો કે, અત્યાર સુધી તેમાં કોઈ મોટી તેજી જોવા મળી નથી પરંતુ ટેકનિકલ સંકેતો ભવિષ્યમાં સકારાત્મક વલણનો સંકેત આપી રહ્યા છે. શુક્રવારે કંપનીનો શેર 1.48 ટકા વધીને 902.35 રૂપિયા પર પહોંચી ગયો હતો.

3 / 7
ટાટા ગ્રુપની અગ્રણી એફએમસીજી (FMCG) કંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (Tata Consumer Products) માં 8 જૂનના રોજ ગોલ્ડન ક્રોસઓવર બન્યું હતું. કંપની ચા, કોફી, પેકેજ્ડ ફૂડ અને પીણાના વ્યવસાયમાં મજબૂત હાજરી ધરાવે છે. ગોલ્ડન ક્રોસઓવર બનતી વખતે શેરનો ભાવ 1,141.59 રૂપિયા હતો. જો કે, ત્યારબાદ શેરમાં નજીવો ઘટાડો થયો હતો અને તે 1,110 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. શુક્રવારે કંપનીનો શેર 0.71 ટકા ઘટીને 1,100.70 રૂપિયા પર પહોંચી ગયો હતો.

4 / 7
દેશની દિગ્ગજ એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T) માં 3 જૂનના રોજ ગોલ્ડન ક્રોસઓવર બન્યું હતું. તે સમયે શેરનો ભાવ 3,894.78 રૂપિયા હતો. કંપની દેશ અને વિદેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, સંરક્ષણ અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં સક્રિય છે. આમ ભલે શેરમાં થોડું દબાણ જોવા મળ્યું હોય પરંતુ ટેકનિકલ રીતે તે હજી પણ રોકાણકારોની વૉચલિસ્ટમાં બનેલો છે. શુક્રવારે કંપનીનો શેર 4.85 ટકા વધીને 4,049.30 રૂપિયા પર પહોંચી ગયો હતો.

5 / 7
ભારતની સૌથી મોટી સિરામિક અને વિટ્રિફાઇડ ટાઇલ્સ ઉત્પાદક કંપની કજારિયા સિરામિક્સ (Kajaria Ceramics) માં પણ 8 જૂનના રોજ ગોલ્ડન ક્રોસઓવર જોવા મળ્યું હતું. કંપની રહેણાંક અને વ્યાવસાયિક પ્રોજેક્ટ્સ માટે ટાઇલ્સ અને સેનિટરીવેર પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવે છે. શેર હાલમાં ક્રોસઓવર સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. શુક્રવારે કંપનીનો શેર 0.49 ટકા વધીને 1,082.30 રૂપિયા પર પહોંચી ગયો હતો.

6 / 7
બીજી તરફ, જીએમઆર એરપોર્ટ્સ (GMR Airports) માં પણ 8 જૂનના રોજ આ ટેકનિકલ સંકેત બન્યો હતો. એરપોર્ટ ડેવલપમેન્ટ અને ઓપરેશનના ક્ષેત્રમાં સક્રિય કંપની ભારતના વધતા જતા એવિએશન માર્કેટનો મહત્વનો હિસ્સો છે. ગોલ્ડન ક્રોસઓવર બન્યા બાદ શેર 100 રૂપિયાના સ્તર સુધી પહોંચી ચૂક્યો છે, જેનાથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. શુક્રવારે કંપનીનો શેર 3.55 ટકા વધીને 103.65 રૂપિયા પર પહોંચી ગયો હતો.

7 / 7

મોટી તેજીના સંકેત! અત્યારથી જ કરી લો તૈયારી, આગામી સમયમાં સોનાના ભાવ સાતમા આસમાને પહોંચશે

Follow Us
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!

સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video

કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા

અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી

જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર

પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video

કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન

જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ

ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન

g clip-path="url(#clip0_868_265)">