AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વજન ઘટાડવા માટે ગ્રીન ટી કે માચા કયું વધુ શ્રેષ્ઠ? જાણો બંનેના ગુણો, પોષક તત્વો અને બનાવવાની સાચી રીત

વજન ઘટાડવા માટે ગ્રીન ટી હંમેશાં લોકપ્રિય રહી છે, જ્યારે છેલ્લા કેટલાક સમયથી જાપાનીઝ માચા ટીનો ક્રેઝ પણ ખૂબ વધ્યો છે. આ બંને ચા 'કેમેલિયા સાઇનેન્સિસ' નામના એક જ છોડમાંથી બનતી હોવા છતાં તેમની ખેતી, પ્રોસેસિંગ, પોષક તત્વો અને બનાવવાની રીતમાં શું તફાવત છે? જાણો વિગતવાર.

| Updated on: Sep 19, 2026 | 9:07 PM
Share
વજન ઘટાડવા (વેઇટ લોસ) માટે મોટાભાગના લોકો ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે, જ્યારે બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ફિટનેસપ્રેમીઓ વચ્ચે ‘માચા ટી’ (Matcha Tea) નો જબરદસ્ત ક્રેઝ વધ્યો છે. માચા મૂળભૂત રીતે જાપાની ચા છે, જે પહેલાં સેલિબ્રિટીઝ પૂરતી મર્યાદિત હતી, પરંતુ સોશિયલ મીડિયાના ટ્રેન્ડ બાદ હવે સામાન્ય લોકો પણ તેને દિનચર્યાનો હિસ્સો બનાવી રહ્યા છે.

1 / 7
રસપ્રદ વાત એ છે કે માચા અને ગ્રીન ટી બંને 'કેમેલિયા સાઇનેન્સિસ' (Camellia sinensis) નામના એક જ છોડના પાંદડામાંથી તૈયાર થાય છે. તેમ છતાં દેખાવ, સ્વાદ અને ગુણધર્મોમાં બંને વચ્ચે મોટો તફાવત રહેલો છે.

2 / 7
ખેતી અને લણણીની પ્રક્રિયામાં તફાવત: ગ્રીન ટીના છોડને સામાન્ય સૂર્યપ્રકાશમાં ઉગાડવામાં આવે છે. બીજી તરફ, માચાના પાંદડા લણવાના (હારવેસ્ટિંગના) થોડા અઠવાડિયા પહેલાં છોડને શેડ (છાંયડા) થી ઢાંકી દેવામાં આવે છે. સીધો તડકો ન મળવાને લીધે પાંદડામાં ક્લોરોફિલ અને એમિનો એસિડનું પ્રમાણ પુષ્કળ વધી જાય છે, જેના કારણે માચાના પાંદડા ઘેરા લીલા રંગના બને છે.

3 / 7
પ્રોસેસિંગ અને પીસવાની પદ્ધતિ: ગ્રીન ટીના પાંદડાને સૂકવીને સીધા જ પેક કરી દેવામાં આવે છે અથવા ટી-બેગ્સ બનાવવામાં આવે છે. જ્યારે માચાના સૂકવેલા પાંદડા (તેંચા) માંથી નસો અને દાંડલીઓ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ તેને પથ્થરની ઘંટીમાં ધીમે-ધીમે પીસીને અત્યંત ઝીણો, રેશમી અને મુલાયમ પાઉડર બનાવવામાં આવે છે.

4 / 7
પોષક તત્વો અને ગુણધર્મો: ઉછેર અને પ્રોસેસિંગ પદ્ધતિ અલગ હોવાથી બંનેના ગુણોમાં પણ મોટો ફર્ક છે. છાંયડામાં ઉછેરવાના કારણે માચા ટીમાં કેફીનની માત્રા ગ્રીન ટી કરતાં વધુ હોય છે. સાથોસાથ તેમાં ‘એલ-થીનાઇન’ (L-theanine) નામનું એમિનો એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે કેફીનની નકારાત્મક અસરોને સંતુલિત કરીને મનને શાંત અને એકાગ્ર રાખવામાં મદદ કરે છે. ગ્રીન ટીમાં પણ કેફીન અને એલ-થીનાઇન હોય છે, પરંતુ તેનું પ્રમાણ માચા કરતાં ઓછું હોય છે.

5 / 7
બનાવવાની અને પીવાની રીતમાં ફર્ક: ગ્રીન ટીને સામાન્ય રીતે ગરમ પાણીમાં ઉકાળીને કે પલાળીને (ઇન્ફ્યુઝ કરીને) માત્ર તેનું પાણી પીવામાં આવે છે અને પાંદડા ફેંકી દેવાય છે. જ્યારે માચા બનાવવાની ખાસ રીત છે; તેને એક બાઉલમાં લઈ વાંસના ખાસ વ્હિસ્કર (Whisk) ની મદદથી ગરમ પાણી સાથે ફીણ વળે ત્યાં સુધી ફેંટવામાં આવે છે જેથી ગાંઠો ન રહે. આખી પત્તીનો પાઉડર શરીરમાં જતો હોવાથી માચા વધુ પોષણ આપે છે. આજના સમયમાં લોકો દૂધ ઉમેરીને માચા લાટે (Matcha Latte) પણ પસંદ કરી રહ્યા છે.

6 / 7
Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

7 / 7

મૅગ્નેશિયમ સપ્લિમેન્ટ્સને ટૉફીની જેમ ખાવાનો નવો ટ્રેન્ડ કેટલો જોખમી? નિષ્ણાતો પાસેથી જાણો તેના ગંભીર ગેરફાયદા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">