AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં શાકભાજી નથી? તો ચિંતા છોડો, માત્ર 5 મિનિટમાં બનાવો આ ચટપટી રાજસ્થાની રેસિપી

ઘરમાં કોઈ શાક ન હોય અથવા એ જ દાળ-રોટલી ખાઈને કંટાળી ગયા હોવ, ત્યારે શું બનાવવું? જો તમે મિનિટોમાં બનતી કંઈક નવી અને ચટપટી વાનગી શોધી રહ્યા છો, તો રાજસ્થાનનું આ પ્રખ્યાત શાક તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. દહીં અને મસાલાના રોયલ સ્વાદ સાથે તૈયાર થતું આ શાક ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

ઘરમાં શાકભાજી નથી? તો ચિંતા છોડો, માત્ર 5 મિનિટમાં બનાવો આ ચટપટી રાજસ્થાની રેસિપી
Image Credit source: AI Generated
| Updated on: Sep 21, 2026 | 8:11 PM
Share

ક્યારેક ને ક્યારેક એવું ચોક્કસ બને છે જ્યારે ઘરમાં કોઈ શાક હોતું નથી. કેટલીકવાર આપણે એ જ દાળ-રોટલી ખાઈને એટલા કંટાળી જઈએ છીએ કાં તો કંઈક નવું ખાવા માટે માર્કેટ તરફ ભાગીએ છીએ. આવી સ્થિતિમાં રાજસ્થાનનું ‘ટ્રેડિશનલ પાપડ’ શાક તમારા માટે સ્વાદિષ્ટ વિકલ્પ બની શકે છે.

રાજસ્થાની પાપડના શાકની રેસિપી

આ શાક બનાવવા માટે પાપડ અને મસાલાની ખાસ જરૂર છે, તેને બનાવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો:

  • 5-6 પાપડ
  • 1/2 કપ દહીં
  • 2-3 ટામેટાં
  • 2-3 મોટી ચમચી લીલા ધાણા
  • 1 મોટી ચમચી કસૂરી મેથી
  • 2-3 ઝીણા સમારેલા લીલા મરચાં
  • 1/2 નાની ચમચી જીરૂં
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1/4 લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1 ઈંચ આદુ
  • 1 ચપટી હિંગ
  • સ્વાદાનુસાર મીઠું

બનાવવાની રીત

  1. પહેલા સ્ટેપમાં પાપડને શેકી લેવાનો છે. આ માટે કડાઈમાં તેલ મૂકીને તળો અથવા ગેસ પર એમ જ તેલ વગર શેકો, વિકલ્પ તમારી પાસે છે.
  2. આગામી સ્ટેપમાં દહીંમાં અડધો કપ પાણી ઉમેરીને તેને સારી રીતે વલોવી લેવું.
  3. કડાઈને ગેસ પર રાખો અને તેમાં 2-3 ચમચી તેલ નાખો.
  4. તેલ ગરમ કરીને તેમાં જીરૂં, હિંગ, આદુ અને લીલા મરચાં સાંતળી લો.
  5. તે પછી ટામેટાંને એકદમ ઝીણા પીસી લો.
  6. હવે ટામેટાં ઉમેરો અને તેમાં લાલ મરચું, હળદર, ધાણા પાવડર અને કસૂરી મેથી પણ નાખો.
  7. આ મસાલાને ત્યાં સુધી સાંતળવાનો છે, જ્યાં સુધી તેલ પાણીથી અલગ ન દેખાવા લાગે.
  8. હવે ઉપરથી 1 કપ પાણી સાથે સ્વાદાનુસાર મીઠું પણ નાખો.
  9. ગ્રેવીને ધીમા તાપે પકવા દેવાની છે અને જેવો ઉભરો આવવા લાગે એટલે તેમાં દહીં ઉમેરવું.
  10. ધ્યાન રહે, દહીંને ધીમે-ધીમે ઉમેરતાં ધીમા તાપે ચમચીથી હલાવતા રહેવું.
  11. આ પ્રક્રિયા દહીંને ફાટવા નહીં દે.
  12. થોડી વાર પછી ઉપરથી લીલા ઝીણા સમારેલા ધાણા પણ નાખો.
  13. સૌથી છેલ્લે પાપડ ઉમેરીને 2 મિનિટ સુધી ધીમા તાપે પાકવા દેવું.
  14. તમારું પાપડનું શાક તૈયાર છે, તેને ભાત અને રોટલી સાથે લંચ કે ડિનરમાં પીરસો.

કઈ વાતનું ધ્યાન રાખવું?

દહીંને તરત જ ફ્રિજમાંથી કાઢીને ગ્રેવીમાં ઉમેરવાનું ટાળો, રૂમ ટેમ્પરેચર (સામાન્ય તાપમાન) પર આવ્યા પછી જ શાકમાં ઉમેરો. આ સિવાય ગ્રેવી માટે ટામેટાં અથવા દહીં બેમાંથી કોઈ એક પણ ઉમેરી શકાય છે. શાકમાં અલગ સ્વાદ માટે ટામેટાં સાથે ડુંગળી પણ ઉમેરી શકો છો.

હવે તમારી દરેક પૂરી ફુગ્ગાની જેમ ફૂલશે ! જાણી લો રસોઈયાઓની એ ખાસ ટ્રિક, જે તમને કોઈ નહીં બતાવે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">