ભારત અને કુવૈત ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં અને ક્યારે જોઈ શકશો, જાણો
ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમ 2026 ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશનના બીજા રાઉન્ડમાં ગુરુવારે કુવૈત સામે તેના અભિયાનની શરૂઆત કરશે.પરંતુ તે પહેલા ભારત vs કુવૈત ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર લાઈવ સ્ટ્રીમિંગ તમે ભારતમાં લાઈવ ટેલિકાસ્ટ ક્યારે અને ક્યાં જોઈ શકશો તે વિશે જાણો.


ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ત્યારે આજે રાત્રે 10 કલાકે ટીમ ઈન્ડિયાની મોટી મેચ જોવા મળશે. આ રમત ક્રિકેટની નહિ પરંતુ ફિફા વર્લ્ડકપની ક્વોલિફાયરની છે.આ મેચ જાબેર અલ-અહમદ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ભારત એશિયન ચેમ્પિયન કતાર, કુવૈત અને અફઘાનિસ્તાનની સાથે ગ્રુપ Aમાં છે. ગ્રુપની ટોચની બે ટીમો ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં આગળ વધશે. ત્યારે જોવાનું રહેશે કે, શું ભારતીય ટીમ આગળ વધશે કે કેમ ?

ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ કુવૈતના જાબેર અલ-અહમદ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, કુવૈત સિટી ખાતે 16 નવેમ્બરથી શરૂ થતા 2026 FIFA વર્લ્ડ કપ ક્વોલિફાયર AFC કન્ફેડરેશનમાં કુવૈતનો સામનો કરવા માટે તૈયાર છે. દરેકમાંથી ટોચની બે ટીમો 2027 AFC એશિયન કપ માટે પણ સ્થાન મેળવશે. ગ્રુપ Aમાં કપરી સ્પર્ધાને જોતા ભારતીય ટીમ માટે અભિયાનની મજબૂત શરૂઆત મહત્વની રહેશે.

સુનીલ છેત્રીની આગેવાની હેઠળની ટીમને ગ્રૂપમાં બીજા સ્થાન માટે કુવૈત તરફથી સખત મુકાબલો થશે. કુવૈતને આ મેચમાં ઘરઆંગણાની સ્થિતિનો ફાયદો મળશે. ભારત અને કુવૈત અગાઉ પાંચ વખત સામસામે આવી ચૂક્યા છે. ભારતે એક વખત જીત મેળવી છે, જ્યારે કુવૈત બે વખત જીત મેળવી છે અને બાકીની મેચો ડ્રોમાં ગઈ છે.

ભારત અને કુવૈત ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફિકેશન બીજા રાઉન્ડની મેચ રાત્રે 10:00 વાગ્યે શરૂ થશે.ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફિકેશન બીજા રાઉન્ડની મેચ કુવૈત સિટીના જબેર અલ-અહમદ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

કુવૈત અને ભારત વચ્ચે 2026 FIFA વર્લ્ડ કપ 2026 ક્વોલિફિકેશન મેચ સબ્સ્ક્રિપ્શનના આધારે ફેનકોડ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે અને ટીવી પર Sports18 પર જોઈ શકો છો.
Latest News Updates

































































