મેદાન પર જર્સીમાં દેખાતા આ ખેલાડીઓ લશ્કરી યૂનિફોર્મમાં જોવા મળે છે, જુઓ સ્ટાર ખેલાડીઓની તસ્વીરો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Avnish Goswami

Updated on: Jan 26, 2023 | 9:28 AM

ક્રિકેટર થી લઈને ઓલિમ્પિક મેડલીસ્ટ આ યાદીમાં નામ ધરાવે છે કે, તેઓ રમતના મેદાન પર જર્સીમાં જ જોવા મળતા હોય છે પરંતુ તેઓ સૈન્યમાં માનદ પદનુ ગૌરવ મેળવ્યુ.

આજે પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. આ વિશેષ દિવસ પર એવા ભારતીય ખેલાડીઓ વિશે જાણીએ કે તેઓએ દેશ માટે રમતના મેદાન પર ગૌરવ વધાર્યુ છે અને સાથે જ તેમને સૈન્યનો યૂનિફોર્મ પહેરવાનુ ગૌરવ પણ પ્રાપ્ત થયુ છે.

1 / 5
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હંમેશા ભારતીય સેના સાથે જોડાવવા માટે ઈચ્છતા હતા. ક્રિકેટર બનવા બાદ તેમનુ આ સપનુ પુરુ થયુ હતુ. ભારતે બીજી વાર વનડે વિશ્વકપ જીતવાના વર્ષ 2011 માં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ રેન્ક આપવામાં આવી હતી. ધોની અનેક વાર ભારતીય સેનાના જવાનોને મળતો જોવા મળ્યો છે.

2 / 5
માસ્ટર બ્લાસ્ટર મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ને ભારતીય વાયુસેનાના યૂનિફોર્મ પહેરવાનો મોકો મળ્યો હતો. તેને એરફોર્સમાં માનદ રેન્ક આપવામાં આવી હતી. 2011 ના વર્ષમાં એરફોર્સ દ્વારા સચિન તેંડુલકરને ગ્રુપ કેપ્ટનની રેન્કથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પદવી આપતી વેળા એરફોર્સ વડા પીવી નાઈકે સચિનને સુખોઈ ફાઈટર પ્લેનથી ઉડાન ભરવાની ઘોષણા કરી હતી.

3 / 5
ભારતને 1983 માં પ્રથમ વાર વિશ્વકપ વિજેતા બનાવનારા કપિલ દેવને પણ સેનાનો યુનિફોર્મ પહેરવાનુ ગૌરવ પ્રાપ્ત થયુ હતુ. વર્ષ 2008માં કપિલ દેવને લેફટનન્ટ કર્નલના પદની રેન્ક આપવામાં આવી હતી. માનદ રેન્ક આપવા દરમિયાન ટેરિટોરિયલ આર્મીના ઉપ મહાનિર્દેશન દ્વારા બ્રાન્ડ એંમ્બેસડર બનાવ્યા હતા.

4 / 5
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનારા અભિનવ બિન્દ્રાને પણ આ ગૌરવ મળ્યુ હતુ. 2008માં બિન્દ્રાએ ગોલ્ડ મેડલ ભારતને નામ કર્યો હતો. બિન્દ્રાને 2011માં સેનામાં લેફટનન્ટ કર્નલની રેન્ક આપવામાં આવી હતી.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati