Malaysia Masters 2023 Badminton: પીવી સિંધુ અને એચએસ પ્રણોય મલેશિયા માસ્ટર્સની સેમિફાઇનલમાં, કિદામ્બી શ્રીકાંત થયો બહાર
મલેશિયા માસ્ટર્સ 2023 બેડમિન્ટન પ્રતિયોગિતામાં મહિલા એકલ વર્ગમાં પીવી સિંધુ સેમિફાઇનલમાં પહોંચી હતી. જ્યારે પુરૂષ એકલ વર્ગમાં એચએસ પ્રણોય સેમિફાઇનલમાં પહોંચ્યો હતો જ્યારે કિદામ્બી શ્રીકાંત હાર સાથે પ્રતિયોગિતામાંથી બહાર થઇ ગયો હતો.

મલેશિયામાં ચાલી રહેલી માસ્ટર્સ બેડમિન્ટન પ્રતિયોગિતામાં ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુએ સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચીનની ખેલાડી Zhang Yi Man ને 21-16, 13-21, 22-20 થી માત આપી હતી.

મલેશિયા માસ્ટર્સ સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભારતના એચએસ પ્રણોયએ જાપાનના કેન્ટા નિશીમોટોને 25-23, 18-21, 21-13 થી માત આપી હતી અને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી.

મલેશિયા માસ્ટર્સ સ્પર્ધાની પુરૂષ એકલ વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં કિદામ્બી શ્રીકાંતની હાર થઇ હતી. શ્રીકાંતને ઇન્ડોનેશિયાના ક્રિશ્ચિયન આદિનાતાએ 16-21, 21-16, 21-11 થી હરાવ્યો હતો.

પુરૂષ એકલ વર્ગમાં જ ભારતનો સ્ટાર પ્લેયર લક્ષ્ય સેન રાઉન્ડ ઓફ 16 માં બહાર થઇ ગયો હતો. સેનને હોંગ કોંગના ખેલાડી એન્ગસ લોંગે સીધા સેટમાં 21-14, 21-19 થી માત આપી હતી.

સેમિફાઇનલમાં એચએસ પ્રણોયનો મુકાબલો ઇન્ડોનેશિયાના ક્રિશ્ચિયન આદિનાતા સામે થશે જ્યારે મહિલા એકલ વર્ગમાં પીવી સિંધુની સેમિફાઇનલ મેચ ઇન્ડોનેશિયાની ગ્રીગોરીયા મરીસ્કા તુનજુંગ સામે થશે.