Gujarati News » Photo gallery » Sports photos » Khelo India Youth Games 2022 concludes Maharashtra overall champion Vedant Madhavan son of actor R Madhavan wins 5 medals
Khelo India Youth Games 2022 : છેલ્લા 13 દિવસથી મધ્યપ્રદેશમાં ચાલી રહેલા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની ફાઈનલ મેડલ ટેલી સામે આવી છે. સતત 13 દિવસથી મેડલ ટેલીમાં દબદબો રાખનાર મહારાષ્ટ્રની ટીમ મેડલ ટેલીમાં ટોપ પર રહી હતી.
મેડલ ટેલીમાં મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધારે મેડલ સાથે ટોપ પર છે. મહારાષ્ટ્ર 56 ગોલ્ડ, 55 સિલ્વર, 50 બ્રોન્ઝ આમ કુલ 161 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. હરિયાણા રાજ્ય 41 ગોલ્ડ, 32 સિલ્વર અને 55 બ્રોન્ઝ આમ કુલ 128 મેડલ સાથે બીજા ક્રમે છે. યજમાન રાજ્ય મધ્યપ્રદેશ કુલ 96 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.
1 / 5
અભિનેતા આર માધવનના દીકરા વેદાંત માધવને સ્વિમિંગમાં મહારાષ્ટ્ર માટે 7 મેડલ જીત્યા હતા. સમાપન સમારોહમાં વેદાંત પણ મહારાષ્ટ્રની ટીમ સાથે જોવા મળ્યો હતો.
2 / 5
રાજધાની ભોપાલના મોટા તળાવ પાસે વોટર સ્પોર્ટ્સ ક્લબ સેન્ટરમાં આયોજિત સમાપન સમારોહમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર, કેન્દ્રીય રમતગમત રાજ્ય પ્રધાન નિસિથ હોડી દ્વારા મંચ પર આવ્યા હતા.
3 / 5
કાર્યક્રમની શરૂઆત આતશબાજીથી કરવામાં આવી હતી. નાના વાંસળીવાદક અનિર્વણ રાયના પ્રદર્શન બાદ એક ભારત-શ્રેષ્ઠ ભારત પરની ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
4 / 5
મેડલ ટેલીમાં ક્રમની બાબતમાં ખેલો ઈન્ડિયાની 5 સિઝનમાં ગુજરાતનું આ વખતનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું. આ વખતે ગુજરાત 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ આમ કુલ 20 મેડલ સાથે 15માં ક્રમે રહ્યું છે.