Gujarati News » Photo gallery » Sports photos » Indian hockey team dream of winning Hockey World Cup broken again India performance in Hockey World Cup 2023 was like this
ફરી તૂટ્યું ભારતનું હોકી વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન, Hockey world cup 2023માં આવું રહ્યું ભારતનું પ્રદર્શન
Hockey World Cup 2023 : ભારતમાં વર્ષ 2018 બાદ સતત બીજી વાર પુરુષ હોકી વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સારી શરુઆત કરી હતી. પણ મહત્વપૂર્ણ મેચમાં હાર થતા ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.
આજે ભારત-ન્યુઝીલેન્ડ સામેની ક્રોસ ઓવર મેચ પેનલ્ટી શૂટઆઉટ શરુ પહોંચી હતી. આ મહત્વ પૂર્ણ મેચમાં ભારતીય ટીમની 4-5થી હાર થઈ હતી. જેને કારણે ભારતીય ટીમ કવાર્ટર ફાઈનલમાં પહોંચી શકી ન હતી. અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ હતી. ભારતીય ટીમ છેલ્લી વર્ષ 1975માં વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી.
1 / 5
4 મેચમાંથી માત્ર 1 મેચમાં હાર : ગ્રુપ સ્ટેજની 3 મેચ અને આજની ક્રોસ ઓવર મેચ સહિત ભારતીય ટીમ 4 મેચ રમી હતી. જેમાંથી ફક્ત આજની મેચમાં ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડ સામેની મેચ 0-0થી ડ્રો રહી હતી. ગ્રુપ સ્ટેજની પ્રથમ સ્પેન સામેની અને અંતિમ વેલ્સ સામેની મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી.
2 / 5
4 મેચમાં કર્યા આટલા ગોલ - ભારતીય ટીમે 4 મેચમાં 9 ગોલ ફટકાર્યા હતા.
3 / 5
ભારતીય ટીમના 9 ગોલમાંથી 4 ગોલ ફિલ્ડ ગોલ હતા. જ્યારે 5 ગોલ પેનલ્ટી કોર્નરથી હતા.
4 / 5
હોકી વર્લ્ડ કપ 2023ની 4 મેચમાં ભારતીય ટીમને 4 ગ્રીન કાર્ડ અને 1 યેલો કાર્ડ મળ્યો હતો.