AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એન્જિનિયર બનવાનુ સપનુ જોનારી રાજકોટમાં જન્મેલી આ ખેલાડી વિશ્વ ચેમ્પિયન બની ગઈ, બેડમિન્ટનમાં ભારતનુ નામ રોશન કરી રહી છે

ભારતની માનસી જોશી (Manasi Joshi) એ પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો હતો. અકસ્માતે માનસીને એન્જિનિયરમાંથી બેડમિન્ટન ખેલાડી બનાવી દીધી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 9:27 AM
Share
પીવી સિંધુ વર્ષ 2019માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. જોકે તે બેડમિન્ટનમાં વિશ્વ ચેમ્પિયન બનનાર તે એકમાત્ર ખેલાડી હતી. તેણી વિશ્વ ચેમ્પિયન બન્યાના પાંચ દિવસ પછી, ભારતની માનસી જોશીએ પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો હતો. અકસ્માતે માનસીને એન્જિનિયરમાંથી બેડમિન્ટન ખેલાડી બનાવી દીધી. માનસી આજે એટલે કે 11 જૂને તેનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. માનસી રાજકોટમાં જન્મી હતી. તેને અમદાવાદ સાથે પણ છે ખાસ લગાવ.

1 / 5
મહારાષ્ટ્રમાં રહેનારી માનસી જોશીને બાળપણથી જ બેડમિન્ટનમાં રસ હતો. તે શાળામાં હતી ત્યારે જ જિલ્લા કક્ષાએ બેડમિન્ટન રમતી હતી. જોકે તેનું ધ્યાન એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા પર હતું અને તેણે પોતાનું સપનું પણ પૂરું કર્યું. જો કે, વર્ષ 2011માં એક અકસ્માતે તેનું જીવન બદલી નાખ્યું.

2 / 5
વર્ષ 2011માં માનસી રોડ અકસ્માતનો ભોગ બની હતી. તે તેની સ્કૂટી પર ક્યાંક જઈ રહી હતી અને આ દરમિયાન તેને ટ્રકે ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં તેણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ડૉક્ટરોએ લગભગ 12 કલાક સુધી સર્જરી કરવી પડી, તેનો એક પગ કપાઈ ગયો અને તેનો જીવ બચી ગયો. આ દરમિયાન તે લગભગ 50 દિવસ સુધી હોસ્પિટલમાં રહી. આ સમયે જ તેણે જીવનને નવી દિશા આપવાનું નક્કી કર્યું.

3 / 5
માનસીને તેની નવી સફરમાં ભારતના સુપ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડી અને કોચ પુલેલા ગોપીચંદનો સાથ મળ્યો. માનસી હૈદરાબાદ ગઈ અને ગોપીચંદની એકેડમીમાં ટ્રેનિંગ શરૂ કરી. માત્ર એક વર્ષમાં જ તે નેશનલ્સમાં બ્રોન્ઝ જીતવામાં સફળ રહી અને અહીંથી તેના મેડલની ગણતરી શરૂ થઈ. માનસી SL3 કેટેગરીમાં ભાગ લે છે. આમાં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે કે જેમના એક અથવા બંને નીચલા અંગો કામ કરતા નથી અને જેમને ચાલતી વખતે અથવા દોડતી વખતે સંતુલિત કરવામાં મુશ્કેલી પડે છે.

4 / 5
માનસી જોશી આ વર્ષે 8 માર્ચ 2022ના રોજ પેરા શટલર્સની SL3 રેન્કિંગમાં નંબર વન બની હતી. 2015 માં, તેણે પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મિશ્ર ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2016માં તે પેરા એશિયન ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. કોરિયામાં 2017 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ અને 2019માં ગોલ્ડ જીત્યો.

5 / 5
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા

આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ

ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

g clip-path="url(#clip0_868_265)">