AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્રાન્સના કેપ્ટન હ્યુગો લોરિસે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી

Hugo Lloris Retirement:ફ્રાંસના કેપ્ટન હ્યુગો લોરિસે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહી દીધું છે. ફિફા વર્લ્ડ કપમાં ટીમને ફાઇનલમાં લઈ જવામાં આવી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 4:15 PM
Share
ફ્રાન્સના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન હ્યુગો લોરિસે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તમને જણાવી દઈએ કે, હ્યુગો લોરિસના નેતૃત્વમાં ફ્રાન્સે વર્ષ 2018માં વર્લ્ડ કપ જીત્યો હતો.

1 / 5
હ્યુગો લોરિસની કેપ્ટન્સીમાં ફ્રાન્સ આ વર્ષે પણ ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ આ વખતે ટીમ ચેમ્પિયન બની શકી નહોતી. આર્જેન્ટિનાના સુકાની લિયોનેલ મેસીએ શાનદાર રમત બતાવીને પોતાની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી.

2 / 5
36 વર્ષીય ફ્રેન્ચ ગોલકીપરે કહ્યું કે, તે હવે માત્ર ક્લબ ફૂટબોલ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તમને જણાવી દઈએ કે, હ્યુગો લોરિસ ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં ટોટનહામ તરફથી રમે છે.

3 / 5
હ્યુગો લોરિસને દર અઠવાડિયે એક કરોડ રૂપિયાનો પગાર મળે છે. 36 વર્ષીય ગોલકીપરે 'L'Equipe' અખબારને જણાવ્યું હતું કે, તે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ટોટનહામ માટે રમવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.(PC-AFP)

4 / 5
હ્યુગો લોરિસે કહ્યું, 'હું સતત સારું રમવા માંગુ છું. આ નિર્ણયથી હું ક્લબ માટે વધુ સારી રીતે રમી શકીશ. હું આગામી 4-5 મહિના સુધી ટોટનહામ સાથે સારું રમીને પ્રીમિયર લીગના ટોપ 4માં રહેવા માંગુ છું. એફએ કપ અને ચેમ્પિયન્સ લીગમાં પણ આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા ઈચ્છું છું.'(ALL PHOTO)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">