ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચમાં જીત સાથે આર્જેન્ટિના ટીમ ત્રીજીવાર ચેમ્પિયન બની હતી. ફ્રાન્સ અને ક્રોએશિયાની ફૂટબોલ ટીમની હાર છતા તેમની ધરતી પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમ પાસે સતત બીજીવાર અને ઈતિહાસમાં ત્રીજીવાર ચેમ્પિયન બનવાની તક હતી. પણ રોમાંચક ફાઈનલ મેચની પેનલટી શૂટઆઉટમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ફ્રાન્સની ટીમ ફિફા વર્લ્ડકપ 2022ની રનર અપ ટીમ રહી હતી.
1 / 5
ફાઈનલ મેચમાં હાર છતા ફ્રાન્સની ફૂટબોલ ટીમનું પેરિસમાં ભવ્ય સ્વાગત થયુ હતુ. ખેલાડીઓના પ્રદર્શનને ફેન્સ દ્વારા વધાવી લેવામાં આવ્યુ હતુ.
2 / 5
ક્રોએશિયાની ટીમને સેમિફાઈલ મેચમાં આર્જેન્ટિના સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બ્રોન્ઝ મેડલ માટે મોરોક્કો સામે રમાયેલી મેચમાં ક્રોએશિયાની ટીમે રોમાંચક જીત મેળવી વર્લ્ડકપમાં ત્રીજા સ્થાને રહી હતી.
3 / 5
ક્રોએશિયાની ધરતી પર તેમની ફૂટબોલ ટીમ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
4 / 5
મેસ્સીના નેતૃત્વવાળી ચેમ્પિયન ટીમનું પણ તેમની ધરતી પર ભવ્ય સ્વાગત થયુ હતુ.