13 વર્ષ જૂના બળાત્કાર કેસમાં દિગ્ગજ ખેલાડી નિર્દોષ, કરોડોનું વળતર માંગતા વકીલને કોર્ટે આપ્યો ઠપકો
પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)પર લાગેલા બળાત્કારના આરોપ પર અમેરિકાની એક કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

માન્ચેસ્ટર યુનાઇટેડના સ્ટાર અને દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને અમેરિકાની કોર્ટમાંથી રાહત મળી છે, જ્યાં તેના પર મહિલા સાથે બળાત્કાર કરવાનો આરોપ ચાલી રહ્યો હતો. કોર્ટે કેસ આગળ વધારવાનો ઇનકાર કરતા રોનાલ્ડોને નિર્દોષ જાહેર કર્યો હતો(Ronaldo Twitter)

રોનાલ્ડો પર બળાત્કારનો આ આરોપ નેવાદાની કૈથરીન માયોગ્રાએ વર્ષ 2009માં લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, લૉસ વેગાસની એક હોટલમાં રોનાલ્ડોએ તેની ઉપર હુમલો કર્યો હતો અને તેની સાથે બળજબરી કરી હતી. ત્યારબાદ તેમણે રોનાલ્ડો વિરુદ્ધ 3.75 મિલિયન યુએસ ડોલરનું નુકસાન ચૂકવવાની માંગ કરી હતી. (Ronaldo Twitter)

કોર્ટે શનિવારે 42 પેજના નિર્ણયમાં રોનાલ્ડોને તમામ આરોપમાંથી મુક્ત કર્યો હતો. 42 પેજના આ નિર્ણયમાં ન્યાયાધીશે રોનાલ્ડો પર ગંભીર આરોપ લગાવનાર નેવાદાના વકીલને ઠપકો આપ્યો હતો. કહ્યું કે, પ્રકિયાનું યોગ્ય રીતે પાલન થયું નથી, જજે કહ્યું પ્રકિયાનો દુરપ્રયોગ કરવામાં આવ્યો છે, આ માટે કેસને આગળ વધારી શકાય નહિ,(Ronaldo Twitter)

રોનાલ્ડો હાલમાં તેની ગર્લ ફ્રેન્ડ જૉર્જિના અને 5 બાળકોની સાથે ખુશ છે. હાલમાં તેના 2 જુ઼ડવા બાળકોનો જન્મ થયો હતો તેમાંથી એક પુત્રનું મોત થયુ હતુ. રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર આ વિશે જાણકારી આપી હતી.(Ronaldo Twitter)

રોનાલ્ડોએ 5 વખત ફુટબોલના સૌથી પુરસ્કાર બૈલન ડીનો ખિતાબ જીત્યોછે, આ સિવાય તેમણે 4 વખત યૂરોપિયન ગોલ્ડન શૂઝથી નવાજવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ લેવલ પર સૌથી વધુ ગોલ ફટકારનાર પુરુષ ફુટબોલર પણ છે.(Ronaldo Twitter)